તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:ધો. 12 પૂરક પરીક્ષાના કેન્દ્રો ગીચ વિસ્તારોમાં ન રાખવાની વિચારણા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વધવાના કારણે કેન્દ્રો બદલાઈ શકે છે
  • જોકે બોર્ડે હજુ સુધી કેન્દ્રોની પસંદગી કરી નથી

ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટેના કેન્દ્રો અત્યાર સુધી નક્કી કરાયાં નથી, પરંતુ કોરોનાની બદલાતી સ્થિતિને કારણે પરીક્ષા માટે કેન્દ્રો શહેરના ગીચ અને મધ્ય વિસ્તારમાં પસંદ કરાશે નહીં. પરીક્ષા કેન્દ્રો શહેરના બહારના વિસ્તારોની સ્કૂલોને પસંદ કરાશે.

કોરોનાની બદલાતી સ્થિતિને ધ્યાને લઇને જે વિસ્તારોમાં કોરોનાના વધુ કેસ હોય તેની પસંદગી કરાશે નહીં. ઉપરાંત વિદ્યાર્થીઓને આ વિસ્તારોમાંથી પસાર પણ ન થવું પડે તે માટે શહેરના બોર્ડર એરિયાની સ્કૂલોની વધુ પસંદ કરાશે. વિદ્યાર્થીઓને ઘરની નજીક અથવા પોતાની સ્કૂલની નજીક હોય તેવા પરીક્ષા કેન્દ્રોમાં નંબર અપાશે.

આજે ધો.10 પૂરક પરીક્ષાનું રિઝલ્ટ ધો.10ની પૂરક પરીક્ષાનું પરિણામ 18 સપ્ટેમ્બરે પરિણામ જાહેર થશે. પરિણામ જાહેર થયા બાદ 21 સપ્ટેમ્બરે વિવિધ સેન્ટરો પર પરિણામનું વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...