• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Std. Board Of Education Clarifies On Fake Social Media Post That The First Exam From 9 To 12 Will Be Canceled, The Exam Will Be Taken On The Scheduled Date Only.

પરીક્ષાનું આયોજન:ધો. 9થી 12ની પ્રથમ પરીક્ષા રદ થવાની ફેક સોશિયલ મીડિયા પોસ્ટ પર શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા, પરીક્ષા નિયત તારીખે જ લેવાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો. 9થી 12ની પરીક્ષા 18થી 27મી ઓક્ટોબર દરમિયાન જ યોજાશે

ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. જે મુજબ, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શૈક્ષણિક કેલેન્ડર મુજબ, 18થી 27મી ઓક્ટોબર દરમિયાન જ યોજાશે. પરીક્ષા કેન્સલ કરાઈ હોવાના સમાચાર તદ્દન ખોટા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે અખબારી યાદી બહાર પાડીને જાણ કરી છે કે, સોશિયલ મીડિયામાં એવા સમાચાર રજૂ કરાયા છે કે તા. 18/10/2021થી શરૂ થથી ધોરણ 9થી 12ની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે તે કહેવાતા સમાતચાર સત્યથી તદ્દન વેગળા છે. બોર્ડના શૈક્ષણિક કેલેન્ડર મુજબ પ્રથણ પરીક્ષા ધો. 18થી 27 ઓક્ટોબર સુધી યોજવાની છે.

આ યાદીમાં વધુમાં કહેવાયું છે કે, તા.6/10/2021ના પરિપત્રથી બોર્ડના પ્રશ્નપત્રનો ઉપયોગ કરવાનો વિકલ્પ શાળાઓને આપવામાં આવ્યો છે. આમ ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 18મી ઓક્ટોબરથી રાબેતા મુજબ યોજાશે. જેની નોંધ લેવા તમામ માધ્યમિક/ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી કરવામાં આવે છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી