ધો.12 સાયન્સનું પરિણામ:ધો. 12 સાયન્સમાં 72% વિદ્યાર્થી પાસ; 196 વિદ્યાર્થીને A, 3303ને A2ગ્રેડ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 64 શાળાઓમાં 100%; પણ 61માં 10%થી ઓછું પરિણામ
  • 14 જિલ્લાનું રિઝલ્ટ રાજ્યની સરેરાશથી વધુ
  • 14 જિલ્લાનું પરિણામ રાજ્યના 72.05% પરિણામથી પણ વધુ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ પરીક્ષાનુ પરિણામ ગુરુવારે જાહેર કરાયું હતું. આ પરિણામ મુજબ 95361 વિદ્યાર્થીઓ પૈકીના 68,681 વિદ્યાર્થીઓ પાસ જાહેર થતાં 72.02 ટકા પરિણામ આવ્યું છે.

વર્ષ 2011થી શરૂ કરીને અત્યાર સુધીના 12 વર્ષોમાં માત્ર 2 અપવાદ રૂપ વર્ષો (2017,2020)ને બાદ કરતા દસ વર્ષોમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ વધુ આવ્યું છે. વર્ષ 2011થી શરુ કરીને અત્યાર સુધીના છેલ્લા 12 વર્ષોમાં એ-ગ્રુપ કરતા બી ગ્રુપનું પરિણામ 8થી 12 % ઓછુ આવેલ છે. ચાલુ વર્ષે એ-ગ્રુપના પરિણામ 78.40 ટકાની સરખામણીમાં બી-ગ્રુપનું પરિણામ 68.58 ટકા એટલે કે આશરે 10 ટકા જેટલુ ઓછુ આવ્યું છે.

રાજકોટ સૌથી વધુ પરિણામ, દાહોદ સૌથી ઓછું પરિણામ
રાજકોટ 85.78 % સાથે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. જ્યારે દાહોદ 40.19% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે. 96.12% સાથે લાઠી સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે જ્યારે 33.33% સાથે લીમખેડા સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે.

છેલ્લા 8 વર્ષમાં 6 વખત રાજકોટ જિલ્લાએ સૌથી વધુ પરિણામ નોંધાવ્યું છે. જ્યારે 7 વર્ષમાં લીમખેડા ત્રીજી વખત સૌથી ઓછું પરિણામ ધરાવનાર કેન્દ્ર બન્યું છે.

એ-ગ્રુપ અને બી-ગ્રુપનું પરિણામ
વર્ષ 2011થી અત્યાર સુધીના છેલ્લા 12 વર્ષોમાં એ-ગ્રુપ કરતા બી-ગ્રુપનું પરિણામ આઠથી 12 ટકા ઓછું છે. ચાલુ વર્ષે એ-ગ્રુપના પરિણામ 78.40 %ની સરખામણીમાં બી- ગ્રુપનું પરિણામ 68.58% એટલે કે આશરે 10 ટકા જેટલુ ઓછુ આવ્યું છે. જો કે રસપ્રદ બાબત એ છે કે બી-ગ્રુપના મુખ્ય વિષય બાયોલોજીનુ પરિણામ લગભગ 81 ટકા (80.97 ટકા) આવેલ છે. જે એ-ગ્રુપના મુખ્ય વિષય ગણિત (79.61 ટકા) કરતા વધુ છે.

10%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ઘટી
રાજ્યમાં ધો.12 સાયન્સમાં 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વર્ષ 2020ની 68ની સરખામણીમાં ઘટીને 61 થઈ છે. છેલ્લા 12 વર્ષમાં 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓ ઘટી છે.

પરિણામની મુખ્ય બાબતો

  • A1 196 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ સાથે પાસ થયા.
  • A2 3,303 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ સાથે પાસ થયા.

પરિણામ

  • અંગ્રેજી માધ્યમ 72.57%
  • ગુજરાતી માધ્યમ 72.04%
અન્ય સમાચારો પણ છે...