તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Std 6 To 8 Schools Will Start From Tomorrow, Administrators Are Ready But Parents Are Afraid Of The Third Wave, Still Want To Teach Online

DB રિપોર્ટ:કાલથી ધો.6થી 8ની સ્કૂલો શરૂ થશે, સંચાલકો તો તૈયાર પણ વાલીઓમાં ત્રીજી લહેરનો ડર, હજુ ઓનલાઈન ભણાવવા માંગે છે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કેટલાક વાલી બાળક સ્કૂલે મોકલશે પરંતુ ત્રીજી લહેરની ડર મનમાં રહેશે
  • સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ માટે તમામ તૈયારી કરાઈ

કોરોનાને કારણે શિક્ષણ પર પણ માઠી અસર પડી છે. સંક્રમણ વધતા સમગ્ર રાજ્યમાં શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું ત્યારે બીજી લહેર બાદ કેસ ધીરે-ધીરે ઘટતા તબક્કાવાર ફરીથી શિક્ષણ ઓફલાઈન શરૂ કરવામાં આવી રહ્યું છે. એક તરફ ત્રીજી લહેરની શંકા છે અને બીજી તરફ સ્કૂલો શરૂ થઇ રહી છે, ત્યારે કેટલાક વાલી બાળકને સ્કૂલે નહિં મોકલે તો કેટલાક કોરોનાના ડર વચ્ચે પણ બાળકને સ્કૂલે મોકલશે.

બાળકોને સ્કૂલે મોકવા કેટલાક વાલીઓની હા તો કેટલાકની ના
શિક્ષણ વિભાગ દ્વારા 2 સપ્ટેમ્બરથી 6થી 8ના વર્ગ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ધો. 9થી 12ના વર્ગ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે ધો.6થી 8ના વર્ગ પણ શરૂ થશે. ધો.9થી 12માં પણ હજુ અનેક વિદ્યાર્થીઓ સ્કૂલે ના આવીને ઘરેથી ઓનલાઈન ભણી રહ્યા છે, ત્યારે ધો.6થી 8ના વિદ્યાર્થીઓ અંગે વાલીઓને ચિંતા છે જેના કારણે કેટલાક વાલી પોતાના બાળકને સ્કૂલે નહિ મોકલે અને ઓનલાઈન જ અભ્યાસ કરાવશે. ત્યારે કેટલાક વાલી કોરોનાના ડરના વચ્ચે પણ સ્કૂલે મોકલશે.

શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ અને શાળા સંચાલક હિતેશ પટેલ
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ અને શાળા સંચાલક હિતેશ પટેલ

રીશેષમાં બાળકો ભેગા ના થાય તેનું ધ્યાન શિક્ષકો રાખશે
આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, અમારી શાળામાં જેમ ધો.9થી 12ના બાળકો માટે કાળજી રાખવામાં આવે છે, તેવી રીતે જ ધો.6થી 8ના બાળકો માટે કાળજી રાખવામાં આવશે. બાળકોના તાપમાન, સેનિટાઈઝેશન અને માસ્ક સહિતની તમામ બાબતોમાં ધ્યાન રાખવામાં આવશે. રીશેષમાં બાળકો ભેગા ના થાય તે માટે શિક્ષકને સુચના આપવામાં આવશે. ઉપરાંત નાસ્તો અને પાણી ઘરેથી લઈને આવે તે માટે પણ સુચના આપવામાં આવશે.

દોઢ વર્ષથી ફોનમાં ભણતા બાળકો હવે સ્કૂલે આવીને ભણશે
શ્રીજી-અક્ષય શાળાના સંચાલક હિતેશ પટેલે જણાવ્યું હતું કે, બાળક શાળાના ગેટની અંદર પ્રવેશે ત્યાંથી સ્કૂલ પૂરી થયા બાદ પરત જાય ત્યાં સુધી તમામ કાળજી રાખવામાં આવશે. કેમ્પસમાં તો અત્યારથી જ તૈયારી કરવામાં આવી છે. બાળકો નાના હોવાથી તમામ પ્રિકોશન રાખવામાં આવશે. દોઢ વર્ષથી મોબાઈલમાં ભણતા બાળકો હવે સ્કૂલે આવીને ભણશે તો તે સારી રીતે ભણી શકશે.

વાલી અજયભાઈ કદમ અને નીરવભાઈ
વાલી અજયભાઈ કદમ અને નીરવભાઈ

કોરોનાનો ડર હજુ છે હું મારા બાળકને સ્કૂલે નહીં મોકલું: વાલી
અજયભાઈ કદમ નામના વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલો શરૂ થવાની જાહેરાત થઇ છે અને કાલથી સ્કૂલો પણ શરૂ થશે પરંતુ હજુ સુધી ટ્રાન્સપોટેશનને લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. બાળક સ્કૂલે જાય તો પ્રિકોશન રાખશે કે નહિ તે પણ ખબર નથી. સરકાર દ્વારા ત્રીજી લહેરને લઈને તૈયારી કરવામાં આવી રહી છે તો ત્રીજી લહેર શરૂ થાય તો બાળકને પણ નુકસાન ના થઇ શકે છે. કોરોનાનો ડર હજુ છે જેના કારણે હું મારા બાળકને સ્કૂલે નહિ મોકલી અને ઘરેથી જ ઓનલાઈન ભણાવીશ.

ક્યાં સુધી બાળક ઘરે જ રહેશે, હું તો સ્કૂલે મોકલીશ: વાલી
નીરવભાઈ નામના વાલીએ જણાવ્યું હતું કે, મનમાં હજુ કોરોનાનો ડર છે છતાં હું મારા બાળકને સ્કૂલે મોકલીશ કારણ કે કેટલા દિવસ સુધી બાળક ઘરે રહીને ભણશે?, બાળકનો ગ્રોથ અટકી ગયો છે. ઘરમાં ને ઘરમાં રહેવાને કારણે બાળકના મગજ પર પણ અસર પડી રહી છે. 24 કલાક અમે વાલી તરીકે બાળક પર ધ્યાન પણ ના આપી શકીએ. સ્કૂલે જશે તો કઈ નવું શીખવા મળશે માટે ડરના વચ્ચે પણ બાળકને સ્કૂલે મોકલીશું.

અન્ય સમાચારો પણ છે...