તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધો.6થી 8ના વર્ગો શરૂ થશે, સુરતમાં સગાઈના 15 દિવસ બાદ બાથરૂમમાંથી મૂક-બધિર ફિયાન્સ-ફિયાન્સી મૃત મળ્યાં

અમદાવાદ10 દિવસ પહેલા

નમસ્કાર!

24 ફેબ્રુઆરીએ ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં ક્રિકેટ જંગ, આજે બપોરે બન્ને ટીમ અમદાવાદ આવશે. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બંને ઉમેદવારો સવારે ફોર્મ ભરશે, કોંગ્રેસ ઉમેદવારો નહીં ઉભા રાખશે નહીં....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ51,703.83-400.34
ડોલરરૂ.72.75+0.05
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ48,500-600

આ 5 ઘટના પર રહેશે નજર
1) રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8નો અભ્યાસ શરૂ થશે. બાળકો આવે તે પહેલા સંપૂર્ણ સ્કૂલ સેનિટાઈઝ કરાશે.
2) 24 ફેબ્રુઆરીએ ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં ક્રિકેટ જંગ, આજે બપોરે બન્ને ટીમ અમદાવાદ આવશે.
3) રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બંને ઉમેદવારો સવારે ફોર્મ ભરશે, કોંગ્રેસ ઉમેદવારો નહીં ઉભા રાખશે નહીં.
4) આજે IPLની હરાજીમાં સામેલ વડોદરાના 9 સહિત 16 ગુજરાતી ક્રિકેટરો, વિષ્ણુ સોલંકી, કેદાર દેવધર, અવિ બરોતની કરોડોમાં બોલી લાગી શકે.
5) રાજકોટ મનપાની ચૂંટણીનું આજે પ્રથમ મતદાન, 2500 કર્મચારી ચૂંટણી માટે કરશે પોસ્ટલ વોટીંગ

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) સુરતમાં સગાઈના 15 દિવસ બાદ બાથરૂમમાંથી મૂક-બધિર ફિયાન્સ-ફિયાન્સી મૃત મળ્યાં, યુવતી છેલ્લા 5 દિવસથી સાસરે રહેતી હતી
સુરત શહેરના નાનપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટના ફ્લેટના બાથરૂમમાંથી મૂક-બધિર ફિયાન્સ-ફિયાન્સી મૃત હાલતમાં મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 15 દિવસ પહેલાં જ મૃતક ધ્રુતિકુમારી અને અર્પિતની સગાઈ થઈ હતી. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતા હતા.
વાંચો સમાચાર વિગતવાર

2) મનપાની ચૂંટણીમાં પિતા-પુત્ર સામ-સામે, પિતાએ કહ્યું, દાદા અને હું કોંગ્રેસ સાથે; પુત્રએ કહ્યું, મારી વિચારધારા કેજરીવાલ સાથે
અમદાવાદમાં એવા પિતા-પુત્ર છે જેઓ પોતાના પક્ષ માટે એકબીજાનો સાથ છોડી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સામ-સામે લડી રહ્યા છે. શહેરના વાસણા વોર્ડના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સગા પિતા-પુત્ર છે. પરંતુ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણી જીવનમાં એક વળાંક લાવી છે, જેમણે પિતા-પુત્રને અલગ કરી દીધા છે અને પુત્ર પિતાને છોડી પક્ષની વિચારધારા અને બદલાવ લાવવા ભાડાના મકાનમાં રહેવા જતો રહ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) અમદાવાદમાં 1.90 લાખની ઉઘરાણી માટે વેપારીને માર માર્યો, પેન્ટ ઉતરાવીને ઈલેક્ટ્રિક બોર્ડમાં વાયરો નાંખી કરંટ આપ્યો
અમદાવાદના બોપલમાં મોબાઈલની દુકાન ધરાવતાં નરેન્દ્ર ગુપ્તા નામના વેપારીને પૈસાની ઉધરાણી કરવા આવેલા શખ્સોએ દુકાન પર કબજો કરી માર માર્યો છે. ત્યાર બાદમાં પેન્ટ ઉતારી તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આરોપીએ બર્બરતાની હદ વટાવી વેપારીને ઈલેક્ટ્રિક બોર્ડ વાયરો નાખીને કરન્ટ પણ આપ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

4) પાટણના રોડા ગામે વરઘોડો નીકળ્યો, ઘોડી ભડકીને લગ્ન કરવા જતા વરરાજાને લઈને ભાગી ગઈ
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે; ત્યારે રાજ્યભરમાં ઠેરઠેર લગ્ન પ્રસંગો ઊજવાઈ રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના રોડા ગામે એક ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો, જેમાં વરઘોડામાં ઘોડી પર સવાર થયેલા વરરાજાને ભડકેલી ઘોડી લઈને ફરાર થઈ ગઈ હતી. વરઘોડોમાંથી વરરાજાને લઈને ભાગેલી ઘોડીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) ધોરાજી તા.પં.માં ઝાંઝમેર બેઠકના ભાજપના ઉમેદવાર ડો.ચિરાગ દેસાઇએ ઝેરી દવા પીધી
ધોરાજી તાલુકા પંચાયતમાં ઝાંઝમેર બેઠક ઉપર ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેચનાર ઉમેદવાર ડો.ચિરાગ દેસાઇએ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ક્યાં કારણોસર ઝેરી દવા લીધી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો