તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેતવણીરૂપ કિસ્સો:અમદાવાદની સગીરાને મુંબઈના બે વિધર્મી યુવકોએ પ્રેમજાળમાં ફસાવીને એક્ટિંગ-ડાન્સિંગના બહાને બોલાવી, પોલીસે સમયસર બચાવી લીધી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્સ્ટાગ્રામ પર બંને મિત્રતા અને પ્રેમજાળમાં ફસાવી બિભત્સ તસવીર અને મેસેજ પણ કર્યા
  • એક્ટિગ અને ડાન્સિંગ માટે મુંબઈ આવવાની સગીરાએ ના પાડતા અમદાવાદ આવી ઉઠાવી જવાની ધમકી આપી
  • કાલુપુર સ્ટેશન પર સગીરાને એક યુવકે ફસાવી મુંબઈમાં રહેવાની સગવડના નામે સીમકાર્ડ લઈ બે યુવતીના નંબર આપ્યા

સગીર વયની દીકરીઓના માતા-પિતાને ચેતવતો એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ વાપરતી સગીર વયની છોકરીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતાના બહાને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. બાદમાં મોડલિંગ અને ડાન્સના શોમાં ભાગ લેવાના બહાને મુંબઈ બોલાવવાનો કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. શેલા ગામમાં આવેલા વૈભવી બંગલામાં રહેતી અને ધો. 12માં અભ્યાસ કરતી વેપારીની દીકરીને મુંબઇના બે વિધર્મી યુવકોએ ઇન્સ્ટાગ્રામમાં પ્રેમજાળમાં ફસાવી અને ગંદી તસવીરો- મેસેજ મોકલ્યા હતા. મોડલિંગ અને ડાન્સના શોમાં મોકલવાના બહાને મુંબઈ બોલાવી હતી પરંતુ સગીરાએ ના પાડતા અમદાવાદમાંથી ઉઠાવી જવાની ધમકીઓ પણ આવી હતી.

ટ્યૂશનના બહાને વિદ્યાર્થિની કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી
ધમકીથી ડરી ઘાટલોડિયામાં ટ્યૂશન જવાના બહાને કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચી ટ્રેનની રાહ જોતી હતી, ત્યારે પ્લેટફોર્મ પર અજાણ્યો જાવેદ મલિક નામના શખસ તેને મળ્યો અને મુંબઈમાં તેને રહેવાની સગવડ કરી આપવાનું કહી સગીરાને અન્ય સીમકાર્ડ લઈને આપ્યું હતું. ત્યાં અન્ય બે યુવતીઓના નંબર આપી તેમને મળવા કહ્યું હતું. સગીરા ટ્રેનમાં બેસી જતી હતી. બીજી તરફ માતા-પિતાને સગીરા ગુમ થયાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસે સોશિયલ મીડિયામાં ફોટો અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે સગીરાને ટ્રેનમાંથી શોધી રેલવે પોલીસની મદદથી બરોડાથી બચાવી અમદાવાદ લાવ્યા હતા. ઘાટલોડિયા પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પિતા દીકરીને ટ્યૂશન ક્લાસીસ છોડી ઓફિસ ગયા
બોપલ નજીક આવેલા શેલા ગામમાં વૈભવી બંગલામાં રહેતા વેપારીની 16 વર્ષની પુત્રી ઘાટલોડિયાની સ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરે છે અને ટ્યૂશન ક્લાસીસમાં પણ જાય છે. 23 ઓગસ્ટના રોજ સાંજે સગીરા ટ્યૂશન ક્લાસીસમાં તેના પિતાને જવાનું કહેતા તેને ક્લાસીસમાં મૂકી ઓફિસ ગયા હતા. રાતે 8 વાગે પરત લેવા જતા સગીરા ક્લાસીસમાં આવી ન હોવાનું જણાવ્યું હતું. જેથી તેની બહેનપણીને પૂછતાં મુંબઈના આદિલ નામના શખસ સાથે પ્રેમસંબંધ હતો અને આદિલ અને ઓવેઝ નામના શખશ સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતી હતી. જેથી તેમણે ઘાટલોડિયા પોલીસની મદદ લીધી હતી. ઘાટલોડિયા પોલીસે સગીરાની તસવીરો સોશિયલ મીડિયામાં રેલવે સ્ટેશન વગેરે જગ્યાએ મોકલ્યા હતા. સગીરા મુંબઈની ટ્રેનમાં બેસી જતી હોવાની જાણ થતાં રેલવે પોલીસની મદદથી ટ્રેનમાંથી બરોડા પાસેથી બચાવી અમદાવાદ લઈ આવ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર- વિદ્યાર્થિનીએ મુંબઈ જવાની ના પાડી તો બંનેએ અમદાવાદથી ઉઠાવી જવાની ધમકી આપી
પ્રતિકાત્મક તસવીર- વિદ્યાર્થિનીએ મુંબઈ જવાની ના પાડી તો બંનેએ અમદાવાદથી ઉઠાવી જવાની ધમકી આપી

આદીલ સાથે દોઢેક વર્ષથી ઇન્સ્ટાગ્રામ થકી ઓળખાણ હતી
સગીરાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર મુંબઈના આદિલ નામના શખસ સાથે ઓળખાણ અને બાદમાં પ્રેમ થયો હતો. બાદમાં તેના મિત્ર ઓવેઝ જે મુંબઈમાં રહે છે તેની સાથે મિત્રતા થઈ હતી. બને સાથે સગીરા વાતચીત કરતી હતી. ફોન પર પણ સગીરા બને સાથે વાત કરતી હતી. ઓવેઝે ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ તસવીરો અને મેસેજ કર્યા હતા. પોતાને એક્ટિંગ અને ડાન્સિંગનો શોખ હોવાથી તેને મુંબઈ આવવા માટે જણાવતાં હતા. 13 ઓગસ્ટના રોજ આદિલ અને ઓવેઝે મુંબઇ આવવા કહ્યું હતું. પરંતુ સગીરાને કંઈક અજુગતું થાય એમ લાગતા જવાની ના પાડી હતી. જેથી આદિલ અને ઓવેઝે તેને અમદાવાદ આવી ઉઠાવી જવાની ધમકી આપી હતી.

ફાઈલ તસવીર- ઘાટલોડિયા પોલીસે 3 શખસ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
ફાઈલ તસવીર- ઘાટલોડિયા પોલીસે 3 શખસ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદથી ઉઠાવી જવાની ધમકી આપતા વિદ્યાર્થિની ડરી
બંનેએ અમદાવાદ આવી લઈ જવાની ધમકી આપતા સગીરા ડરી ગઈ હતી. 24 ઓગસ્ટના રોજ મુંબઈ આવવાનું કહ્યું હતું. 23 ઓગસ્ટના રોજ સાંજે પિતાને ક્લાસીસમાં મૂકવા જવા ફોન કરી કહેતા તેને કલાસીસમાં ઉતારી હતી પરંતુ પોતે કાલુપુર રેલવે સ્ટેશન પર ગઈ હતી પરંતુ ત્યાં મુંબઈ જવા કોઈ ટ્રેન ન હતી. રેલવે પ્લેટફોર્મ પર બેઠી હતી ત્યાં જાવેદ મલિક નામનો શખ્સ મળ્યો હતો તેને મુંબઈ જવાનું કહેતા મુંબઈમાં તેને રહેવાની વ્યવસ્થા કરી આપશે તેમ કહ્યું હતું. જાવેદે તેને કાલુપુર દુકાનમાંથી એક સીમકાર્ડ લઈને આપ્યું હતું. જાવેદે તેને અન્ય બે યુવતીઓના નંબર આપ્યા હતા. મુંબઈ પહોંચી અને આ બંનેને ફોન કરવા કહ્યું હતું જે તેને રહેવાની વ્યવસ્થા કરી આપશે. બાદમાં રાતે ટ્રેનમાં બેસી મુંબઈ જવા નીકળી હતી. પરંતુ ઘાટલોડિયા અને રેલવે પોલીસે તેને બરોડાથી જ ટ્રેનમાંથી બચાવી લીધી હતી. ઘાટલોડિયા પોલીસે હાલ સમગ્ર કેસમાં આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...