ગુજરાતમાં શિક્ષણ પણ નોર્મલ:ધો.12ની સ્કૂલો અને રિપીટર્સની પરીક્ષા શરૂ, રિપીટર્સને કોરોનાનો ડર, નવા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરીક્ષા આપવા આવી પહોંચેલા રિપીટર્સ - Divya Bhaskar
પરીક્ષા આપવા આવી પહોંચેલા રિપીટર્સ
  • કોરોના વચ્ચે પરીક્ષા યોજાતી હોવાથી વાલીઓ પણ વિદ્યાર્થીઓની સાથે સ્કૂલે આવ્યા
  • મારા બાળકને 4 માર્કસ માટે નાપાસ કરવામાં આવ્યો હતોઃ વાલી

રાજ્યમાં હાલ કોરોનાના કેસો કાબૂમાં આવતા શિક્ષણ પણ નોર્મલ થવા લાગ્યું છે. આજથી ધોરણ 10 અને 12ના રિપીટર્સની પરીક્ષા અને ધોરણ 12ની સ્કૂલ-કોલેજો શરૂ થઈ છે. સામાન્ય રીતે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભરપૂર ઉત્સાહ જોવા મળે છે. જો કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ડર વચ્ચે રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા તો આવ્યા છે, પરંતુ તેમના ચહેરા પર નિરાશા જોવા મળી હતી. તેમજ કોરોનાના ભયને કારણે નાપાસ થવાનો પણ ડર વ્યક્ત કર્યો હતો.

અમદાવાદઃ એક ક્લાસમાં 20 વિદ્યાર્થીને જ પ્રવેશ
ધોરણ 10-12ના રિપીટર્સની પરીક્ષા શરૂ થતાં જ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી પણ નવરંગપુરામાં એ.જી. હાઈસ્કૂલ પર ઉપસ્થિત રહ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓને પ્રવેશતાની સાથે જ થર્મલ સ્ક્રિનિંગ અને હેન્ડ સેનિટાઈઝ કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ફરજીયાત માસ્ક સાથે જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.વર્ગખંડમાં પણ 20 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોના વચ્ચે પરીક્ષા યોજાતી હોવાથી વાલીઓ પણ વિદ્યાર્થીઓની સાથે સ્કૂલે આવ્યા હતા અને સ્કૂલની બહાર પરીક્ષા પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા હતા.

પરીક્ષાને કારણે લોકો ભેગા થયા હોવાથી કોરોનાનો ડર લાગે છેઃ રિપીટર વિદ્યાર્થી નીલ દવે
પરીક્ષાને કારણે લોકો ભેગા થયા હોવાથી કોરોનાનો ડર લાગે છેઃ રિપીટર વિદ્યાર્થી નીલ દવે

ડરના કારણે ફરીથી નાપાસ થઈશઃ વિદ્યાર્થી
નીલ દવે નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે કોરોના વચ્ચે પરીક્ષા આપી રહ્યા છે.વર્ષ દરમિયાન કોરોનાને કારણે પૂરી તૈયારી પણ નથી કરી શક્યો. આજે પરીક્ષા આપવા આવ્યો છું પરંતુ મનમાં હજુ કોરોના નો ડર છે. જેથી ડરના કારણે ફરીથી નાપાસ થઈશ. આજે પરીક્ષાને કારણે સ્કૂલની બહાર પણ લોકો ભેગા થયા છે. જેથી કોરોના થવાનો ડર છે.

જેમણે પરીક્ષા ના આપી તેને માસ પ્રમોશન અને પરીક્ષા તેને નહીં
હિતેશભાઈ સથવારા નામના વાલીએ જણાવ્યું હતું કે મારા બાળકને 4 માર્કસ માટે ગત વર્ષે નાપાસ કરવામાં આવ્યો હતો. કોરોનાના માહોલમાં ડરના વચ્ચે પરીક્ષા આપી રહ્યા છે. જે લોકોએ એક પણ વખત પરીક્ષા આપી નથી. તેમને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે અને અમારા બાળકે પરીક્ષા આપી છે. છતાં માસ પ્રમોશન આપવામાં આવ્યું નથી.

શિક્ષકોએ બે વિદ્યાર્થીને ભણાવ્યા હતા.
શિક્ષકોએ બે વિદ્યાર્થીને ભણાવ્યા હતા.

વડોદરાઃ ધો.12ના બે જ વિદ્યાર્થી સ્કૂલે આવ્યા
તેમજ વડોદરામાં પહેલા દિવસે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. વડોદરા એક્સિરિમેન્ટલ સ્કૂલમાં ધો-12ના ક્લાસમાં માત્ર બે જ વિદ્યાર્થીઓ ક્લાસમાં જોવા મળ્યા હતા. જોકે, શાળાના શિક્ષકોએ બંને વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઇન સાથે ભણાવ્યા હતા.

વાલીઓને બોલાવીને તેમના સંમતિ પત્રકો લઇ રહ્યા છીએઃ એક્સિરિમેન્ટલ સ્કૂલના પ્રિન્સિપાલ
વાલીઓને બોલાવીને તેમના સંમતિ પત્રકો લઇ રહ્યા છીએઃ એક્સિરિમેન્ટલ સ્કૂલના પ્રિન્સિપાલ

સોમવારે સંખ્યા વધી શકે
એક્સિરિમેન્ટલ સ્કૂલના પ્રિન્સિપાલ નિમેષભાઇ દરજીએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇન અને SOP પ્રમાણે અમે આજથી ધો-12ના વર્ગો શરૂ કર્યાં છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝર સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આજે પહેલા દિવસે માત્ર બે વિદ્યાર્થીઓ જ આવ્યા છે, જોકે, સોમવારે વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. અમે વાલીઓને બોલાવીને તેમના સંમતિ પત્રકો લઇ રહ્યા છીએ.

સ્કૂલમાં આવીને ભણવાની મજા જ અલગ છેઃ વિદ્યાર્થી
ધોરણ 12ના વિદ્યાર્થી ઉદય ચૌહાણે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર બાદ અમે ફરીથી અભ્યાસ કરવા માટે સ્કૂલમાં આવ્યા છીએ. જેથી અમને ખૂબ જ સારૂ લાગી રહ્યું છે. ઓનલાઇન અભ્યાસમાં મજા આવતી નથી. સ્કૂલમાં આવીને સર પાસેથી ભણવાની મજા જ અલગ છે. આશા રાખીએ કે, હવે ઓફલાઇન શિક્ષણ ચાલતુ રહે.