તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્કશીટ વિતરણ:ધોરણ 10ની પૂરક પરીક્ષાની માર્કશીટનું 21મી સપ્ટેમ્બરથી વિતરણ, ગુણ ચકાસણી માટે 7 દિવસમાં રજિસ્ટર્ડ પોસ્ટથી અરજી કરવી પડશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઈ ગુણ ચકાસણીની અરજીઓ રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં - Divya Bhaskar
હાલ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઈ ગુણ ચકાસણીની અરજીઓ રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ જ વર્ષે પાસ થાય અને વર્ષ ન બગડે તે હેતુથી પૂરક પરીક્ષા લેવામાં આવે છે. આ પૂરક પરીક્ષા ગત ઓગસ્ટ માસમાં યોજાઈ હતી. આ પરીક્ષાના પરિણામની માર્કશીટ અને પ્રમાણપત્રો તથા માર્ચ-2020ની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓના પ્રમાણપત્રોનું 21 સપ્ટેમ્બરથી વિતરણ કરવામાં આવશે. જેને પગલે વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્રો 18 સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં આવશે. જિલ્લા કક્ષાએ કોરોનાની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સ્કૂલોને તાલુકા વાઈઝ, SVS(સ્કૂલ વિકાસ સંકુલ) કે કોર્પોરેશન વિસ્તારોમાં જિલ્લા કચેરી વિતરણની વ્યવસ્થા કરશે.

ગુણ ચકાસણી માટે બોર્ડની વેબસાઈટ પરની સૂચનાઓનો અભ્યાસ કરી ફી ભરવી
ઓગસ્ટમાં લેવાયેલી પૂરક પરીક્ષાના પરિણામ બાદ જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરાવવા માગતા હોય તેમણે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવેલી સૂચનાઓનો અભ્યાસ કરી સાથે આપેલા પરિશિષ્ટમાં જરૂરી ફી ભરવાની રહેશે. ત્યાર બાદ તેની 7 દિવસમાં રજિસ્ટર્ડ પોસ્ટથી અરજી કરવાની રહેશે. હાલ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઈ અરજીઓ રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં.

ધો. 10ની પૂરક પરીક્ષા 1 લાખ 31 હજાર જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી
ઉલ્લેખનીય છે કે, ધોરણ 10ની પૂરક પરીક્ષા 25થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષા માટે રાજ્યના વિવિધ જિલ્લા મથકના 38 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હતા. તેમજ કુલ 1 લાખ 31 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી. તેમજ ચાલુ વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓની સાથે ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફને પરીક્ષા સ્થળ પર પ્રવેશ આપતા પહેલા થર્મલ ગનથી બોડી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન એક ક્લાસમાં માત્ર 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...