તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ધો. 10ની કિશોરીને લગ્ન માટે દબાણ કરાતાં સ્કૂલ યુનિફોર્મમાં જ ઘરેથી ભાગી ગઈ, પિતા પર અડપલાં કર્યા હોવાનો આક્ષેપ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હેલ્પલાઇને માતા-પિતાને કાયદો સમજાવ્યો, પરંતુ કિશોરીએ નાના-નાની સાથે રહેવાની ઇચ્છા દર્શાવી

ચાંદલોડિયાની ધોરણ 10ની કિશોરીને લગ્ન માટે દબાણ કરાતા તે ઘરેથી નાસી ગઈ અને હેલ્પલાઇનની મદદ માગી. હેલ્પલાઇને માતાપિતાને સમજાવ્યાં, પણ કિશોરીએ માતાપિતાને બદલે નાના-નાની સાથે રહેવાની ઇચ્છા દર્શાવી.

ચાંદલોડિયાની 16 વર્ષીય રૂપલ (નામ બદલ્યું છે)એ અભયમ હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. ફોનમાં એક વ્યક્તિએ હેલ્પલાઇનને જણાવ્યું હતું કે, સ્કૂલ ડ્રેસમાં આવેલી કિશોરી સૂમસામ રસ્તા પર એકલી બેસીને રડી રહી છે. હેલ્પલાઇનની વાન સ્થળ પર જતાં રૂપલે તેની આપવીતી જણાવી કહ્યું કે, ‘હું 10મા ધોરણમાં ભણું છું, મારે આગળ ભણવું છે, પણ મારા માતાપિતા મને પરાણે પરણાવી દેવા માગે છે.

બે વર્ષની હતી ત્યારથી દાદા-દાદી પાસે ઊછરી છું, હજુ 3 માસથી જ માતાપિતા સાથે રહેવા આવી છું. કાલે રાત્રે મારી માતાએ મને કહ્યું હતું કે, કાલે તને જોવા છોકરો આવવાનો છે. મેં ના પાડતા મને મારી અને કહ્યું કે, લગ્ન તો કરવા જ પડશે. હું મોરબીથી ભાગીને અમદાવાદ મારાં નાના-નાની પાસે આવી છું, પણ તેમણે ઘર બદલી કાઢ્યું છે.’ હેલ્પલાઈને તેનાં માતાપિતાને 18 વર્ષ પહેલાં દીકરીના લગ્ન કરાવવા ગુનો બનતો હોવાની સમજ આપી હતી, પણ કિશોરીએ નાના-નાની પાસે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

‘પિતાએ અડપલાં કર્યાં’
રૂપલે રડતાં રડતાં અભયમને કહ્યું કે, મારે માતાપિતા પાસે નથી જવું. તેઓ મને મારઝૂડ કરીને પરણાવી દેશે. મેં પિતાને કહ્યું હતું કે,‘મારે લગ્ન નથી કરવા, આગળ ભણવું છે. તો પિતા અડપલાં કરવા લાગ્યા હતા. મને નાના-નાનીના ઘરે મૂકી આવો પ્લીઝ.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો