તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ:ધો.10ના વિદ્યાર્થી સ્ટ્રેસ ફ્રી રહી ગણિત શીખે તેવી ગેમ એપ બનાવી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો પણ આ એપનો ઉપયોગ કરી સરળતાથી ગણિત ભણાવી શકશે
 • મેથેમેટિકલ ગેમમાં ધોરણ 10ના ચેપ્ટરના નામ મુજબ સ્ટેજ વાઇસ સ્ટેપ્સ બનાવવામાં આવ્યા છે

કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ ફરજિયાત ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યાં છે. તેમજ બાળકોનો સ્ક્રીન ટાઇમ પણ વધ્યો છે. ત્યારે બોર્ડમાં અભ્યાસ કરતાં બાળકોને ગણિત જેવાં વિષયને સમજવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. તેમજ ડિસ્ટન્સ લર્નિંગના કારણે બાળકો ગણિત વિષયની પ્રક્ટિસ પણ ઓછી કરતાં હોય છે. ત્યારે ઘોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે પી.ડી.પી.યુ ઇનક્યુબેશન સ્ટાર્ટઅપ સેન્ટરની મદદથી બી.ઇ ઇલેકટ્રિક્સની વિદ્યાર્થીની આકાંક્ષા જુડાએ ‘ગ્રાસ્પ’ નામની એપ્લિકેશન બનાવી છે. જે એનસીઆરટીના અભ્યાસક્રમ મુજબ ડિઝાઇન કરાઇ છે. જે ગણિતની મેથડ ઓફ સ્ટડીને સરળ બનાવવા માટે એપ્લિકેશન ડિઝાઇન કરી છે. જે વિદ્યાર્થીો અને શિક્ષકો બંન્નેને ઓનલાઇન સ્ટડીમાં મદદ કરશે.

આ ગેમ એપ્લિકેશન સી.બી.એસ.સી અને ગુજરાત બોર્ડ બંન્ને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. જેમાં ગણિતના અટપટા સિદ્ધાંતોને સરળતાથી સમજાવવામાં આવ્યા છે. આ ફ્રી એપ્લિકેશ હોવાથી વાલીઓને પણ આર્થિક ફાયદો થશે. ગ્રામ્ય કક્ષાના ડિસ્ટન્સ લર્નિંગ કરતાં બાળકોને આ એપ્લિકેશનની મદદથી ફાયદો થશે. તેઓ પરીક્ષાના પુર્વ તૈયારીની સાથે ગેમ રમીને રિલેક્શ પણ થઇ શકશે. ગેમમાં ધોરણ 10ના ચેપ્ટરના નામ મુજબ સ્ટેજ વાઇસ ગેમ બનાવી છે. હમણાં 5000 હજાર યુઝર્સ છે.

વિદ્યાર્થીઓ ક્વિઝ સોલ્વ કરીને મહિને 1000 રૂપિયા સુધીની કમાણી પણ કરી શકશે, સ્કોલરશિપ તેમના માટે આકર્ષણ હશે
આ એપ્લિકિશનમાં વિદ્યાર્થીઓ ક્વિઝ પણ આપવામાં આવી છે. જેમાં એક ક્વિઝ સોલ્વ કરીને સ્પર્ધક 50 રુપિયા કમાણી પણ કરી શકે છે. મહિને 1000 રુપિયા મેળવી શકશે. આ ક્વિઝમાં ધોરણ 1થી 12 ના વિદ્યાર્થીઓ જોડાઇ શકે છે. જેનાથી જ્ઞાન સાથે સ્કોલરશીપ પણ આપવમાં આવશે. શિક્ષકો ઓનલાઇન ચેપ્ટર શીખી શકે છે. મેથમેટિક્સ સિકવન્સ મુજબ વિદ્યાર્થીો જોડાઇ શકે છે. યુક્લિડસલેમાના ઇક્વિશન મુજબ ગેમ પણ બનાવી જેમાં ટિચર્ચ એક્ટિવિટી પણ આપવાંમાં આવી છે. 10 ધોરણના બાળકોને બોર્ડના કારણે સ્ટ્રેસમાં રહેતાં હોય છે. તેઓ સ્ટ્રેસ ફ્રી શીખી શકે તે માટે આ ગેમ બનાવી છે. -આકાંક્ષા જૂડા,ફાઉન્ડર, ગ્રાસ્પ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો