...આઓ સ્કૂલ ચલે હમ:20 મહિના બાદ ધો.1-5ના વિદ્યાર્થીઓની સ્કૂલમાં અભ્યાસ સાથે મસ્તી, ધો.2નાં બાળકોએ પહેલીવાર જોઈ સ્કૂલ, હજુ અનેક વાલીઓ મૂંઝવણમાં

અમદાવાદ14 દિવસ પહેલા
  • જે વાલીઓએ સંમતિપત્રક આપતાં તેમનાં બાળકોને પ્રવેશ અપાયો
  • હજી વાલીઓ સંમતિપત્રક આપી રહ્યા છે, એટલે બે દિવસમાં સંપૂર્ણ પણે સ્કૂલો શરૂ થઈ જશે

શિક્ષણમંત્રીએ આજથી રાજ્યમાં ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેને આધારે સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. વાલીઓનું સંમતિપત્રક મેળવવાનું હોવાથી સ્કૂલોમાં હજી વિદ્યાર્થીઓ આવી શક્યા નથી. કેટલીક સ્કૂલોએ ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરીને સંમતિપત્રક મેળવ્યા હોવાથી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.અમદાવાદ શહેરની સ્કૂલોમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓનો કિલકિલાટ શરૂ થઈ ગયો છે.

સંમતિપત્રક સાથે બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાયો
શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ દ્વારા સ્કૂલ શરૂ થવાની જાહેરાત થતાં જ તૈયારી કરવામાં આવી હતી. વાલીઓને મેસેજ અને ફોન કરીને આજ સવાર સુધી સંમતિપત્ર ભરાવવામાં આવ્યાં હતાં. ઉપરાંત વર્ગો સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. જે વાલીઓએ સંમતિપત્ર આપ્યા તેમનાં બાળકોને આજથી સ્કૂલોમાં પ્રવેશ શરૂ આપવામાં આવ્યો છે. બીજી તરફ, હજુ પણ સવારે સ્કૂલ પર વાલીઓનો સંમતિપત્ર આપવા ધસારો જોવા મળ્યો હતો.

એક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા.
એક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા.

વિદ્યાર્થીઓને હળવી રમતો અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવામાં આવી
અમદાવાદમાં સરકારી શાળાઓમાં પણ પહેલા દિવસે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પહોંચ્યા છે.. અમદાવાદના જોધપુર ટેકરા વિસ્તારની જોધપુર પ્રાથમિક શાળા નંબર 1માં પહેલા દિવસે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. બે વર્ષ બાદ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચતા વિદ્યાર્થીઓને હળવી રમતો અને પ્રવૃત્તિ કરાવવામાં આવી છે. શાળામાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા, વિદ્યાર્થીઓને માસ્ક આપવામાં આવ્યા હતા અને એક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા

બીજા ધોરણના વિદ્યાર્થીઓ પ્રથમ વાર સ્કૂલમાં આવ્યાં
બીજા ધોરણના વિદ્યાર્થીઓ પ્રથમ વાર સ્કૂલમાં આવ્યાં

સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ જોવા મળી
આજે ખાનગી સ્કૂલો કરતાં સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ જોવા મળી છે. ધોરણ 2માં અભ્યાસ કરતાં બાળકોએ આજે પ્રથમ વાર સ્કૂલને જોઈ છે. ધોરણ 1માં માસ પ્રમોશન મળ્યું અને કોરોનાને કારણે ક્લાસ બંધ હતાં. જેથી તેઓ હવે પહેલીવાર સ્કૂલમાં આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાના કેસ ઓછા થતાં જ ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ થઈ છે. 20 મહિના બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો કિલકિલાટ જોવા મળ્યો છે. જેનાથી સ્કૂલ પરિસરમાં સુંદર દ્રશ્યો પણ જોવા મળ્યાં છે.

વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં શિક્ષણ મેળવવાનો આનંદ મળ્યો.
વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં શિક્ષણ મેળવવાનો આનંદ મળ્યો.

બાળકો આનંદપૂર્વક સ્કૂલમાં આવ્યાં
સ્કૂલ શરૂ થતાં બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી અને તેઓ હર્ષભેર સ્કૂલે આવ્યાં હતાં તો અનેક સ્કૂલો દ્વારા આજથી સંમતિપત્ર આપવામાં આવશે. આજે અને કાલે 2 દિવસમાં સંમતિપત્ર ભરાવવામાં આવશે. ત્યાર બાદ 2 દિવસમાં સ્કૂલો સંપૂર્ણ શરૂ થઈ જશે. ઉપરાંત જે બાળકોના વાલી સંમતિપત્ર નહિ આપે તેમના ઓનલાઇન કલાસ પણ ચાલુ રાખવામાં આવશે.

રાણીપની નિશાન સ્કૂલની વિદ્યાર્થિની જિયા અને હેતલ.
રાણીપની નિશાન સ્કૂલની વિદ્યાર્થિની જિયા અને હેતલ.

મિત્રો ટીચર્સ મળતાં ખૂબજ આનંદ થયો
નિશાન સ્કૂલના વિદ્યાર્થીની જિયા પટેલે જણાવ્યું હતું કે આજે આટલા સમય બાદ સ્કૂલે આવવાનું થયું, એટલે બહુ સારું લાગ્યું, બધા ફ્રેન્ડ્સ મળ્યા અને ટીચર્સ પણ મળ્યા છે. સ્કૂલમાં પણ અમે માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ રાખીશું અને સ્કૂલ તરફથી જે સૂચના આપવામાં આવશે એનું પાલન કરીશું. હેતલ સુથાર નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે સ્કૂલમાં આવી આજે બહુ આનંદ થયો છે. મારા વાલીએ પણ સંમતિપત્ર આપ્યું છે. મને ઘરેથી જ માસ્ક અને સેનિટાઈઝર આપવામાં આવ્યાં છે, જેનો હું સ્કૂલમાં ઉપયોગ કરું છું. આજે સ્કૂલમાં લાંબા સમય બાદ ભણવા આવી છું એટલે સારું લાગે છે.

આજથી વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પ્રત્યક્ષ શિક્ષણ મળશે.
આજથી વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પ્રત્યક્ષ શિક્ષણ મળશે.

વાલીની સંમતિ નહીં હોય તે બાળકોને ઓનલાઇન ભણાવાશે
સ્કૂલના કો.ઓર્ડિનેટર વિશાલ પટેલે જણાવ્યું હતું કે સ્કૂલો શરૂ થયાની જાહેરાત થતાં અમે વાલીઓને સંમતિ માટે મેસેજ અને કોલ કર્યા હતા. ત્યાર બાદ અનેક વાલીઓ તરફથી સંમતિ આપવામાં આવી હતી. સ્કૂલમાં અમે માસ્ક પહેરાવી અને સેનિટાઈઝ કરીને જ બાળકને વર્ગમાં મોકલીએ છીએ. હજુ અનેક વાલીઓની સંમતિ આવવાની બાકી છે, જે આવ્યા બાદ સંપૂર્ણ સ્કૂલ શરૂ થઈ જશે. ઉપરાંત જે વાલી સંમતિ નહીં આપે તેમનાં બાળકોને ઓનલાઇન ભણાવવામાં આવશે.