તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રાયપુરથી કાંકરિયા રોડનાં દબાણો, ટ્રાફિક અને દુર્ગંધથી હેરાન છે રહીશો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોજના દોઢ લાખ કરતાં વધારે વાહનો અહીંથી પસાર થાય છે

રાયપુર દરવાજાથી બિગબઝાર આગળ થઈ પારસી આગિયારી-મણિનગર તરફ જતો રોડ રોજ સવારે અને સાંજે દોઢ લાખ કરતાં વધારે વાહનોથી ભરચક રહે છે. આ રોડ પરના દબાળોને લઈને અવર જવર કરતાં શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ રાયપુર બિગ બઝાર સામેના સર્લ પરથી જ ગીતા મંદિર તરફ જવાનો રોડ છે જ્યાં ઝૂંપડપટ્ટીના દબાળો, ગંદકી અને હવે તો આ રોડ ક્રિકેટ રમવા માટે પણ વપરાય છે જેથી આ જીવંત રસ્તા પરથી મણિનગરથી રાયપુર અ્ને ગીતા મંદિર તરફ પસાર થતાં લોકો ગંદકીને કારણે નાક બંધ કરીને જવાની ફરજ પડે છે. જો આ રસ્તા ક્લિયર કરવામાં આવે તો ટ્રાફિકનો પણ પ્રશ્ન ન રહે અને રોડ પણ ખૂલ્લો થાય.

આ રોડ પરથી નાક બંધ કરીને જ જવું પડે છે
રાયપુર વિસ્તારમાંથી શહેરીજનો મણિનગર, પાલડી કે પૂર્વથી પશ્ચિમ બંન્ને તરફ જતાં હોય છે. રાયપુર પાસે આ રોડ પર પસાર થઈએ ત્યારે નાક બંધ કરીને ચાલવું પડે તેવી સ્થિતી હોય છે. કેમ કે સ્થાનિક ઝૂંપડપટ્ટીના લોકો ગંદકી કરે છે. રોડ પર ખાટલા પાથરે છે અને તેમના છોકરાઓ ક્રિકેટ રમતાં હોય છે. આવી સ્થિતીમાં રોડ ખૂલ્લો કરાય તે જરૂરી છે. અહીં અકસ્માત પણ થાય છે. જેથી ટોળાં એકત્ર થાય છે અને વાહનચાલકો હેરાન થઈ જાય છે. - ધર્મેશ સોની,જ્વેલર્સ

મોટું વાહન આવે તો રોડ બ્લોક થઈ જાય છે
મણિનગરથી રાયપુર થઈ આસ્ટોડિયા જવાના રસ્તે ચાલી જેવા માહોલમાંથી પસાર થવું પડે છે. સામેથી મોટું વાહન આવે તો રોડ બ્લોક થાય છે. લોકો હેરાન થાય છે. કોરોનાકાળ, મંદી અને ટ્રાફિકને લઈ ઓફિસમાં લેટ થવાય તો અડધો પગાર કપાઈ જાય. આવી સ્થિતીમાં જો રસ્તા ખૂલ્લા હોય તો અવર જવરમાં તકલીફ ન પડે. વિકાસની વાત કરીએ છીએ પણ હજુ પણ પાયાની સ્થિતી એવીને એવી જ છે. સામાન્ય સુવિધાઓ અપાય તો પણ સારૂ. -વિપુલ જોશી,સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો