તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખૂલશે, હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરાં અને વોટર પાર્ક્સને એક વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ માફ

5 દિવસ પહેલા

નમસ્કાર!
ગુજરાત યુનિવર્સિટીની PG ફિઝિયોથેરપી અને PG નર્સિંગની એન્ટ્રન્સ પરીક્ષા યોજાશે.અમદાવાદમાં બે મહિના બંધ રહેલી આધારકાર્ડની કામગીરી આવતીકાલથી શરૂ થશે, અપોઈન્ટમેન્ટ-ટોકન વગર નોંધણી નહીં થઈ શકે.... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,328.51228.46
ડોલરરૂ.72.810

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

50,400.00-100

આ 3 ઘટના પર રહેશે નજર
1) વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.
2) ગુજરાત યુનિવર્સિટીની PG ફિઝિયોથેરપી અને PG નર્સિંગની એન્ટ્રન્સ પરીક્ષા યોજાશે.
3) અમદાવાદમાં બે મહિના બંધ રહેલી આધારકાર્ડની કામગીરી આવતીકાલથી શરૂ થશે, અપોઈન્ટમેન્ટ-ટોકન વગર નોંધણી નહીં

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરાં અને વોટર પાર્ક્સને એક વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ માફ

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરાં અને વોટરપાર્ક્સને રાહત આપતી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે તારીખ 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરાં અને વોટર પાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી છે. હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરાં અને વોટર પાર્ક્સને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજ્યમાં 3 મહિના બાદ 778 નવા કેસ, અમદાવાદ સહિત 3 મુખ્ય શહેર અને 6 જિલ્લામાં જ 11નાં મોત
રાજ્યમાં કોરોના 13 માર્ચ બાદ પહેલીવાર 775 આસપાસ નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 778 નવા કેસ સામે આવ્યા છે તેમજ દૈનિક મૃત્યુઆંક 11 થયો છે. આ અગાઉ 67 દિવસ પહેલાં એટલે કે 2 એપ્રિલે 11 દર્દીનાં મોત થયાં હતાં. 20 દિવસ અગાઉ 11 મેના રોજ અમદાવાદમાં જ આટલાં મોત નોંધાયાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાત સરકાર જૂઠું બોલે છે, આ રહ્યો પુરાવો! સિવિલનો 'મોતનો ખેલ' ઉઘાડો પડ્યો, કોરોનાના મૃતકોના આંકડામાં ક્રૂર મજાક
કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં મૃતદેહોના ઢગલા થયા હતા. જોકે ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવ્યા એ પણ હકીકત છે. ગુજરાત સરકારના આ ઢાંકપિછોડાનો પર્દાફાશ કરવા DivyaBhaskarએ સિવિલ કોવિડ હોસ્પિટલમાં જઈને 10 એપ્રિલથી 9મે સુધી ત્યાં થયેલાં મૃત્યુના રોજેરોજના આંકડા મેળવ્યા. આ યાદી મુજબ સિવિલ કોવિડ હોસ્પિટલમાં 3416 મોત થયાં હતાં, જ્યારે આ ગાળામાં રાજ્યમાં 3578 અને અમદાવાદમાં 698 મોત થયાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર

4) સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ, ગુજરાત પર એકસાથે બે સિસ્ટમ સક્રિય, પાંચ દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું હોય એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશની સાથે અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) રવીન્દ્ર જાડેજાની દીકરી 4 વર્ષની, રીવાબાએ ગરીબ પરિવારની 5 દીકરીને 10-10 હજાર રૂપિયાનું પોસ્ટ ઓફિસમાં સેવિંગ કરાવ્યું
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની દીકરી નિધ્યાબાના આજે 4 વર્ષની થઈ છે. તેના જન્મદિવસની અનોખી ઉજવણી કરવા માટે રીવાબાએ પહેલ કરી છે. રીવાબાએ દીકરીના જન્મદિવસને લઇને જરૂરિયાતમંદ પાંચ પરિવારની પાંચ દીકરીનાં નામનું પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યું હતું. બાદમાં આ ખાતામાં દરેક દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે 10-10 હજાર રૂપિયા સેવિંગના રૂપમાં આપી મદદ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...