ઉગ્ર વિરોધ:​​​​​​​તામિલનાડુમાં ABVPના રાષ્ટ્રીય નેતાની ધરપકડ કરાતા યુનિવર્સિટી પાસે તામિલનાડુ સરકારનું પૂતળા દહન કરાયું

અમદાવાદ6 મહિનો પહેલા
  • ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVP ના કાર્યકરોએ સાથે મળીને નારા સાથે વિરોધ શરૂ કર્યો હતો

તામિલનાડુની સ્કૂલમાં ભણતી 17 વર્ષીય વિદ્યાર્થીની લાવણ્યાને સ્કૂલમાં જ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જેનાથી ત્રસ્ત થઈને વિદ્યાર્થીને આપઘાત કરી લીધો હતો. જે મામલે દેશભરમાં ABVP દ્વારા લાવણ્યાને ન્યાય અપાવવા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ ખાતે ABVPએ ઉગ્ર વિરોધ કર્યો
તામિલનાડુમાં ABVPના રાષ્ટ્રીય નેતા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે તેમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે અને હજુ સુધી પોલીસ કસ્ટડીમાં છે જેને લઈને આજે અમદાવાદ ખાતે ABVPએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVP ના કાર્યકરોએ સાથે મળીને નારા સાથે વિરોધ શરૂ કર્યો હતો અને બાદમાં તામિલનાડુ સરકારના પૂતળાનું દહન કર્યું હતું.જોકે પોલીસ તાત્કાલિક પહોંચી હતી ભેગા થયેલા ABVP ના કાર્યકરોને વિખેર્યા હતા.

તામિલનાડુ સરકાર આરોપીને પકડવાની જગ્યાએ છાવરી રહી છે: ABVP
ABVP ના નેતા પ્રાર્થના અમીને જણાવ્યું હતું કે, તામિલનાડુ સરકાર આરોપીને પકડવાની જગ્યાએ તેમને છાવરી રહી છે જ્યારે ન્યાય માટે ABVP વિરોધ કરે છે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે છે.લાવણ્યાને ન્યાય નહીં મળે ત્યાં સુધી ABVP દ્વારા વિરોધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...