તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઈમમાં ફરિયાદ:અમદાવાદ પોલીસના નામે પૈસા પડાવવાનું રાજ્યવ્યાપી કૌભાંડ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ ઇન્સ્પેક્ટર તથા વકીલના નામે ફોન કરીને ધમકાવતા
  • જોબવર્કનું એગ્રીમેન્ટ સાઈન કરી કામ બરોબર નથી કોન્ટ્રાક્ટનો ભંગ કર્યાનું કહી લીગલ કાર્યવાહી કરવાની ધમકી આપતા હતા

ઓનલાઈન ડેટા એન્ટ્રીના જોબવર્કની જાહેરાત દ્વારા લોકોનો સંપર્ક કરી ડેમોવર્ક મોકલવાનું કહી, બાદમાં કામ બરોબર નથી અને કોન્ટ્રાક્ટનો ભંગ કર્યાનું કહી અમદાવાદ પોલીસના નામે ધમકી આપી પૈસા પડાવવાના રાજ્યવ્યાપી કૌભાંડ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક અરજદારે રજૂઆત કરી હતી કે, તેને એક જાહેરાતમાં ઘેર બેઠાં ડેટા એન્ટ્રીનું કામ કરી પૈસા કમાવાની તકનું જણાયું હતું. આ બાબતે તેણે જાહેરાતમાં જણાવેલ નંબર પર ફોન કરતા તેમની સાથે અલગ અલગ લોકોએ કંપનીના નામે વાત કરી હતી. ત્યારબાદ તેમને જોબવર્ક આપવા માટે એગ્રીમેન્ટ સાઈન કરાવી ડેમો વર્ક આપ્યું હતું. જે કામને સાચું નથી 90 ટકા એક્યુરેશી આવી નથી અને કોન્ટ્રાક્ટનો ભંગ કર્યાનું કહી ઈમેઈલ તથા ફોન કરીને લીગલ કાર્યવાહીની ધમકી આપી હતી. એટલું જ નહીં ઈન્સ્પેક્ટર અજયના નામે અરજદારને ફોન કરીને પોલીસ કેસની ધમકી આપી, સેટલમેન્ટ માટે પૈસાની માગણી કરી હતી. પૈસા ભરવાનો ઈન્કાર કરતા વકીલના નામે પણ લીગલ કાર્યવાહીની ધમકીઓ આપી હોવાની રજૂઆત સાયબર ક્રાઈમને કરી હતી.

આ મામલે પોલીસ જાતે ફરિયાદી બની
સામાન્ય રીતે કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કે ધમકીનું કૃત્ય થાય તો જે-તે વ્યક્તિ ફરિયાદી બને છે. પરંતુ આ મામલામાં જોબવર્કના નામે કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો હોવાનું કહી રાજ્યભરના લોકો સાથે છેતરપિંડી કરાતી હોવાનું જણાતા પોલીસ જાતે ફરિયાદી બની છે. સાયબર ક્રાઈમના પીએસઆઈ આર.આર.મિશ્રા આ ગુના બાબતે સરકાર તરફે ફરિયાદી બન્યા છે.

અમુક લોકોએ બીકના માર્યા પૈસા આપી દીધા
ડેટાએન્ટ્રીનું કામ આપવાના નામે પોલીસ કેસ અને લીગલ કાર્યવાહી કરવાનું કહી નોટિસો મોકલી ધમકાવી પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરાતા અમુક લોકોએ આરોપીઓના કહ્યા પ્રમાણે ઓનલાઈન સેટલમેન્ટની પ્રક્રિયાના નામે પૈસા ભર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...