તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્કમટેક્સ રિટર્નની રસપ્રદ માહિતી:રાજ્યના કરદાતાએ 3 મહિનામાં 12 હજાર કરોડ ઈન્કમટેક્સ ભર્યો; ગત વર્ષની સરખામણીએ ટેક્સની આવક 126 ટકા વધુ છે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોના કાળમાં ભલે દેશના અર્થતંત્રને અસર પહોંચી હોય પરંતુ ગુજરાતના વેપારીઓની આવકમાં ઘટાડો નથી થયો તે વાતની પુષ્ટિ અત્યાર સુધી ગુજરાતમાં ભરાયેલા ઇન્કમટેક્સ રિટર્ન પરથી થાય છે. એપ્રિલથી અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડની ટેકસની આવક ઇન્કમટેક્સ વિભાગને થઇ છે. પ્રિન્સિપલ કમિશનર ઓફ ગુજરાત ઇન્કમટેક્સનો કાર્યભાળ સંભાળતા રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, રાજ્યની આ આવક ગત વર્ષની સરખામણીએ 126 ટકા વધી છે.

પ્રિન્સિપલ કમિશનર ઓફ ગુજરાત ઇન્કમટેક્સ તરીકે રવિન્દ્રકુમારની વરણી થતાં તેમણે ઇન્કમટેક્સ વિભાગના વિવિધ અધિકારીઓ સાથે બેઠક કરીને રાજ્યમાં ટેક્સની આવક કેવી રીતે વધારી શકાય તે અંગે ચર્ચા કરી હતી. કોરોનાકાળમાં ઇન્કમટેક્સ વિભાગના 24 અધિકારી તેમજ કર્મચારીઓના જીવ કોરોનાને કારણે ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે કરદાતાઓને આયકર વિભાગના ધક્કા ના ખાવા પડે તે માટે ફેસલેસ સિસ્ટમ પર વધારે ભાર આપવા સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત ઇન્કમટેક્સ વિભાગમાં કરદાતાની મોટાભાગની ફરિયાદોનું નિવારણ ત્વરિત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગત વર્ષે 1283 ફરિયાદ હતી જેમાંથી 90 ટકા ફરિયાદનું નિવારણ લાવી દેવાયું છે.

આવકનું સરવૈયું

વર્ષઆવક (કરોડમાં)આપેલો ટાર્ગેટ (કરોડમાં)
2019-2019,00050,000
2020-215,30045,500
2021-2212,00055,486