નિર્ણય:સાપ્તાહિક રજા હોવા છતાં સોમવારે રેશનિંગની દુકાનો ચાલુ રાખવા રાજ્યના પુરવઠા વિભાગે સૂચના આપી

અમદાવાદએક વર્ષ પહેલા
સરકારમાન્ય વાજબી ભાવની દુકાનો ચાલુ રાખવા સરકારનો આદેશ - Divya Bhaskar
સરકારમાન્ય વાજબી ભાવની દુકાનો ચાલુ રાખવા સરકારનો આદેશ
  • રેશનિંગના દુકાનધારકોને ફોન કોલ્સ અથવા વોટ્સએપથી જાણ કરાઈ
  • ગુજરાત રાજ્ય ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસિન લાઈસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહેલાદભાઈ મોદીએ પણ દુકાનો ચાલુ રાખવા અપીલ કરી

અમદાવાદમા કોરોનાની ગંભીર પરિસ્થિતિને સોમવારે સવારે 6 કલાક સુધીનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.ત્યારે રાજ્યના પુરવઠા વિભાગે રેશનકાર્ડ ધારકોને અનાજ મળી રહે તે માટે રજાના દિવસે પણ રેશનની દુકાનદારોને વિતરણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. સરકારી અનાજના દુકાનદારોને મદદનીશ નિયંત્રક અને ઝોનલ ઓફિસરો દ્વારા જાણ કરવામાં આવી છે.

સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો સોમવારે ચાલુ રહેશે
સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો સોમવારે ચાલુ રહેશે

સોમવારે સાપ્તાહિત રજા હોવા છતાં રેશનિંગની દુકાનો ચાલુ રહેશે
રેશનિંગના દુકાનદારોએ પોતાની દુકાનમાંથી અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકોને આ અંગે માહિતગાર કરીને વિતરણ વ્યવસ્થા ગોઠવવાની સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાજ્યના પુરવઠા વિભાગે 23 નવેમ્બરે સોમવારે તમામ વ્યાજબી ભાવની રેશનિંગની દુકાનો ચાલુ રાખવા દુકાનદારોને ફોન કોલ્સ અથવા વોટ્સએપથી જાણ કરવા ઝોનલ ઓફિસરોને જણાવ્યું છે.

અનાજ મેળવવા માટે લાઈનમાં ઉભા રહેલા રેશનકાર્ડ ધારકો
અનાજ મેળવવા માટે લાઈનમાં ઉભા રહેલા રેશનકાર્ડ ધારકો

ગુજરાત રાજ્ય ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસિન લાઈસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહેલાદભાઈ મોદીએ કહ્યું હતું કે સોમવારે સાપ્તાહિક રજા હોવા છતાં અમદાવાદના વ્યાજબી ભાવની દુકાનના ધારકોએ શહેરમાં રેશનિંગ કાર્ડ હોલ્ડરોને સરળતાથી અનાજ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. શહેરમાં કોઈપણ વ્યક્તિ અનાજ વિના પાછો ના જાય તેની કાળજી રાખવી પડશે. સરકારની સાથે રહીને સરકારને સહકાર આપીને આગળ વધવુ એ આપણી ફરજ છે. જેથી કોઈને પણ અનાજ મેળવવામાં પરેશાની ના થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...