તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા વિકલ્પ:ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા માટે રાજ્ય શાળા સંચાલક મંડળે 3 વિકલ્પ આપ્યા, PM મોદીને પત્ર લખ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 12ની પરીક્ષા પણ અલગ અલગ તબક્કામાં લેવા સૂચનો કર્યા
  • 15મી મેએ પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ તથા મુખ્યમંત્રી વચ્ચે રિવ્યૂ બેઠક યોજાશે
  • ધોરણ 10ના 13.5 લાખ વિદ્યાર્થી તથા ધોરણ 12ના 3 લાખ વિદ્યાર્થીની પરીક્ષા અંગે નિર્ણય લેવાશે

કોરોનાને કારણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે 15મી મેએ મળવાની બેઠકમાં નિર્ણય લેવાશે. જેને લઈને પરીક્ષા કઈ રીતે લેવી તે માટે રાજ્ય શાળા સંચાલક મંડળે સરકારને 3 વિકલ્પ આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાજ્યના મુખ્યમંત્રીને સૂચન કરવા પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ધોરણ 12ની પરીક્ષા પણ અલગ અલગ તબક્કામાં લેવા સૂચનો કર્યા છે.

3 વિકલ્પ આપીને પરીક્ષા લેવી કે ન લેવી એનું સૂચન કરાયું
રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષાને લઈને ગુજરાતના મુખ્યમંત્રીને સૂચન આપવા જણાવ્યું છે. ઉપરાંત તેમને પણ પત્રમાં સૂચનો કર્યા છે, જેમાં ધોરણ 10ની પરીક્ષા માટે 3 વિકલ્પ આપ્યા છે. બોર્ડ દ્વારા શાળા કક્ષાએ પ્રશ્નપત્ર આપી દેવા જોઈએ અને શાળાઓએ જ પોતાના શાળામાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને અન્ય કેન્દ્ર પર ના જવું પડે, વિદ્યાર્થીઓની ચાલુ વર્ષમાં લેવાયેલી પરીક્ષા, અર્ધવાર્ષિક પરીક્ષા લેવામાં આવી હોય તેના આધારે ગુણ આપી દેવા અથવા માસ પ્રમોશનની જાહેરાત કરી દેવી જોઈએ.

ધોરણ 10માં આ વર્ષે સાડાતેર લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.
ધોરણ 10માં આ વર્ષે સાડાતેર લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.

ધોરણ 12 માટે પણ સૂચન કરવામાં આવ્યા
ધોરણ 12 સાયન્સની ઓનલાઈન પરીક્ષા યોજવી અથવા હાલ પુરતી પરીક્ષા મોકૂફ રાખવી. જોઈએ.ધોરણ 12 કોમર્સ/ આર્ટસમાં સ્વાધ્યાય ,એસાઈમેન્ટ પ્રમાણે આપવા અને જે સ્લોટ પ્રમાણે વિદ્યાર્થીઓએ જમા કરાવવા જેના આધારે વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવે.આમ ધોરણ 10 અને 12 માટે પત્ર લખીને રાજ્ય શાળા સંચાલક મંડળે સૂચનો આપ્યા છે.

15મીએ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પરીક્ષાનો નિર્ણય લેવાઈ શકે છે.
15મીએ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પરીક્ષાનો નિર્ણય લેવાઈ શકે છે.

પરીક્ષા યોજવી કે નહીં તેનો 15મી મેએ નિર્ણય લેવાઈ શકે
15મી મેના રોજ પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ,આરોગ્ય વિભાગ તથા મુખ્યમંત્રી વચ્ચે રીવ્યુ બેઠક યોજાશે. જેમાં ધોરણ 10ના 13.5 લાખ વિદ્યાર્થીઓ તથા ધોરણ 12ના 3 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા અને નિર્ણય લેવામાં આવશે. પરીક્ષા લેવી કે નહીં અને લેવી કે તો કઈ રીતે લેવી તે બેઠકમાં નક્કી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...