AAPના વધુ 12 ઉમેદવાર જાહેર:પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા કતાર ગામથી લડશે, વડોદરામાં બે ઉમેદવારોની બદલી દેવાયા

અમદાવાદ23 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી (AAP)એ જાહેરાત પહેલા જ 157 ઉમેદવાર જાહેર કરી ચુકી છે. ત્યારે આજે વધુ 12 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહત્વની બેઠકો એવી આમ આજની પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને કતારગામથી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને કરંજ બેઠક, વડોદરા શહેરમાં એડવોકેટ જીગર સોલંકી, ઉંઝા ઉર્વીશ પટેલ, અમદાવાદની અમરાઈવાડી બેઠક પરથી વિનય ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 169 જેટલા ઉમેદવારો જાહેર કરી ચુકી છે. (3 ઉમેદવારો બદલ્યાં)

આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારો નક્કી કરી અને જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી જે રીતે પ્રદેશના કેટલાક નેતાઓની ચૂંટણી લડવા માટેની બેઠક અંગે ચર્ચાઓ થઈ રહી હતી તેનો આજે અંત આવતા પ્રદેશ પ્રમુખ સુરતની કતારગામ અને પ્રદેશ મહામંત્રી કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે તેની અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત સવારે ટ્વિટ દ્વારા જ કરવામાં આવી હતી ત્યારબાદ આજે સાંજે બીજા ઉમેદવારોની યાદીમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોજ થોડા થોડા ઉમેદવારોના નામ સાથેની યાદી જાહેર કર્યા બાદ આજે વધુ 12 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં કચ્છ- ઉત્તર ગુજરાતની એક એક, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ જાહેરાત પહેલા જ 157 ઉમેદવાર જાહેર કરી ચુકી છે ત્યારે આજે વધુ 12 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેટલીક વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામ બદલવામાં આવ્યા છે. જેમાં વડોદરા શહેર વિધાનસભામાં ચંદ્રિકાબેન સોલંકીને સ્થાને એડવોકેટ જીગર સોલંકીને ટિકિટ અપાઇ છે. જ્યારે માંજલપુર વિધાનસભા બેઠકના અગાઉ જાહેર થયેલ ઉમેદવાર વિરલ પંચાલના સ્થાને વિનય ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે.

પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને કતારગામથી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને કરંજ બેઠક, વડોદરા શહેરમાં એડવોકેટ જીગર સોલંકી, ઉંઝા ઉર્વીશ પટેલ, અમદાવાદની અમરાઈવાડી બેઠક પરથી વિનય ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 169 જેટલા ઉમેદવારો જાહેર કરી ચુકી છે. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારો નક્કી કરી અને જાહેર કરવામાં આવ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી જે રીતે પ્રદેશના કેટલાક નેતાઓની ચૂંટણી લડવા માટેની બેઠક અંગે ચર્ચાઓ થઈ રહી હતી તેનો આજે અંત આવતા પ્રદેશ પ્રમુખ સુરતની કતારગામ અને પ્રદેશ મહામંત્રી કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે તેની અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત સવારે ટ્વિટ દ્વારા જ કરવામાં આવી હતી ત્યારબાદ આજે સાંજે બીજા ઉમેદવારોની યાદીમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોજ થોડા થોડા ઉમેદવારોના નામ સાથેની યાદી જાહેર કર્યા બાદ આજે વધુ 12 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં કચ્છ- ઉત્તર ગુજરાતની એક એક, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

વડોદરામાં AAPએ બે ઉમેદવાર બદલ્યા
વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામ બદલવામાં આવ્યા છે. જેમાં શહેર વાડી વિધાનસભામાં ચંદ્રિકાબેન સોલંકીને સ્થાને એડવોકેટ જીગર સોલંકીને ટિકિટ અપાઇ છે. જ્યારે માંજલપુર વિધાનસભા બેઠકના અગાઉ જાહેર થયેલ ઉમેદવાર વિરલ પંચાલના સ્થાને વિનય ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...