તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:રાજ્યની નર્સિસ વિરોધ પ્રદર્શન કરશે, 'મિનિ-લોકડાઉન' વધુ એક સપ્તાહ લંબાવાયું, 8 મહાનગરો સહિત 36 શહેરોમાં 18 મે સુધી રાત્રિ કર્ફ્યૂ

એક મહિનો પહેલા

નમસ્કાર!
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું જોર યથાવત રહેશે. નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ49,161.81-340.6
ડોલરરૂ.73.340

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

----

આ 3 ઘટનાઓ પર રહેશે નજર

1) આજે વર્લ્ડ નર્સિંસ ડે, રાજ્યની નર્સિસ વિવિધ પડતર માગણીઓને લઈ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરશે. 2) રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું જોર યથાવત રહેશે. 3) નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) ગુજરાતમાં 'મિનિ-લોકડાઉન' વધુ એક સપ્તાહ લંબાવાયું, 8 મહાનગરો સહિત 36 શહેરોમાં 18 મે સુધી રાત્રિ કર્ફ્યૂ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક બાદ 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 7 લાખને પાર, રેકોર્ડબ્રેક 15 હજારથી વધુ દર્દી સાજા થયા અને 11 હજારથી ઓછા કેસ નોંધાયા
રાજ્યમાં 11 હજારથી ઓછા કેસ એટલે કે 10 હજાર 990 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 7 લાખને પાર થઈ ગયો છે. સતત સાતમા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને રેકોર્ડબ્રેક 15 હજાર 198 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેમજ 118 દર્દીના મોત થયા છે. છેલ્લા 12 દિવસથી રોજ 10 હજારથી વધારે દર્દીઓ સાજા થઈ રહ્યા છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 80.04 ટકા થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) વેક્સિન શરીરનો સેનાપતિ, માનવ શરીરની ઇમ્યુન સિસ્ટમમાં ટી સેલ્સ, બી સેલ્સ હોય છે, જે કોરોના સામે ફાઇટ કરે છે
કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ માનવ શરીરમાં શું ફેરફાર આવે છે અને શા માટે એ લેવી જરૂરી છે, એ માટે રાજકોટના ક્રિટિકલ કેર નિષ્ણાત તબીબો સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. રાજકોટ સિનર્જી હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોકટર જયેશ ડોબરિયાએ કહ્યું કે, શરીરમાં બહારથી આવતાં તત્ત્વો સામે અગાઉથી સેના તૈયાર કરવી પડે છે. એ વેક્સિનના બે ડોઝ લીધા બાદ તૈયાર થાય છે અને આ સેના શરીરમાં હોય તો બાદ કોરોના આવે તો લડવાવાળા સ્પેશિયલ સૈનિક આ વેકસિનથી બને છે.
વાંચો સમાચાર વિગતવાર

4) વૃદ્ધાવસ્થાની લાકડી સમાન દીકરાએ 90 વર્ષના માતાને સાવરણી વડે માર માર્યો, મોરબીના કપાતર પુત્રનો વીડિયો વાઈરલ
તાજેતરમાં જ "મધર્સ ડે"ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીના સોશ્યલ મીડીયામાં એક વિડીયો વાઈરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ તેની વૃદ્ધ માતાને સાવરણીથી માર મારતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. આ સનસનીખેજ વિડીયો સામે આવતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. બાદમાં આ વાઈરલ વિડીયોની તપાસ કરતા ઘટના મોરબીના કાંતિપુર ગામમાં રહેતા મનસુખ પરમાર નામની વ્યક્તિ તેની 90 વર્ષની વૃધ્ધ માતા રંભાબેન સાવરણીથી માર મારતા હોવાનો સામે આવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...