અમદાવાદમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણને લઈને સ્ટેટ મોનીટરીંગ સેલ છેલ્લા કેટલાય સમયથી વધુ સક્રિય થયું છે. શહેરમાં દારુના વેચાણને અટકાવવા માટે અનેક પગલાં લેવામાં આવે છે છતાંય દારૂનું વેચાણ વધી રહ્યું છે. ત્યારે ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાંથી જ સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરીને 318 લીટર દેશી દારૂ સાથે 2 મહિલા સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તે ઉપરાંત 1 લાખ 12 હજાર 486 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દારૂના વેચાણના 56,110 રૂપિયા કબ્જે કર્યા
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં નાનજી દેશમુખ ચાર માળિયા ક્વાટર્સની પાછળ આવેલ આદિનાથ નગરની અંદરથી સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે 318 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દેશી દારૂ સાથે અજય ગોહેલ અને અજય માળી નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે વિક્રમ ઠાકોર નામનો આરોપી ફરાર છે.આરોપી દારૂનો જ ધંધો કરતા હતા.પકડાયેલ આરોપી પાસેથી દારૂના વેચાણના 56,110 રૂપિયા કબ્જે કર્યા છે.કુલ 1 લાખ 12 હજાર 486 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઓઢવ પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં
આ મામલે ઓઢવ પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં છે કારણે આટલી મોટી સંખ્યામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો તથા તેનું વેચાણ થતું હોવાથી સ્થાનિક પીઆઇ કેવી રીતે અજાણ હોવ તે અંગે SMC ને શંકા છે.સમગ્ર મામલે સ્થાનિક પીઆઇ ઓઢવ પીઆઇ અને ઓઢવ પોલીસની કામગીરીને લઈને સવાલ છે. જોકે હાલ ઓઢવમાં ફરિયાદ નોંધીને ઓઢવ પોલીસ તપાસ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.