તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય પોલીસવડાની કાર્યવાહી:કણભામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ સહિત 1 કરોડનો બંસીનો મુદ્દામાલ જપ્ત કર્યો, DGPએ PSI સાંભડને સસ્પેન્ડ કર્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે બંસીને દારૂના મોટા જથ્થા સાથે ઝડપ્યો હતો - Divya Bhaskar
પોલીસે બંસીને દારૂના મોટા જથ્થા સાથે ઝડપ્યો હતો
  • બંસીને પોલીસે પકડી લીધો પણ તેનું નેટવર્ક સતત ચાલતું હતું
  • બંસીની ગેરહાજરીમાં તેના ભાઈ પાસે દારૂનો વેપાર કરાવતો હતો

ગુજરાતમાં દારૂના હેરફેર અને બૂટલેગરના નેટવર્કને કોઈ પણ રોકી શક્યું નથી. બીજી તરફ પોલીસ બૂટલેગરને પકડે છતાં તેનું નેટવર્ક રોકી શકાતું નથી અથવા કોઈ પોલીસ તેને નજર અંદાજ કરે તેવું અવારનવાર બને છે. હજી થોડા મહિના પહેલા અમદાવાદ જિલ્લાના કણભામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ પકડ્યો હતો. કણભામાંથી 46 લાખનો દારૂ સહિત 1 કરોડનો મુદ્દામાલ પકડવાના પ્રકરણમાં રાજ્યના ડીજીપીએ કણભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર ડી સાંભડને સસ્પેન્ડ કરી દીધા છે.

બંસીની ગેરહાજરીમાં તેનો ભાઈ દારૂનું કટિંગ કરાવતો
આ પ્રકરણમાં મળતી માહિતી પ્રમાણે આ દારૂના પકડવાની સાથે ચોંકાવનારી બાબત એ છે કે તાજેતરમાં પકડાયેલા બંસી વતી તેનો ભાઈ આ દારૂનું કટિંગ કરાવતો હતો. જે વિગત સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ જણાવી છે. તેની સાથે પોલીસને જાણવા મળ્યું કે, બંસીની ધરપકડ થતાં તેનું નેટવર્ક ચાલી રહ્યું છે. જે તપાસમાં બહાર આવ્યું છે.

બંસીને 11 લક્ઝુરિયસ કાર સાથે ડીસીપી ઝોન 5ની ટીમે ઝડપી લીધો હતો
બંસીને 11 લક્ઝુરિયસ કાર સાથે ડીસીપી ઝોન 5ની ટીમે ઝડપી લીધો હતો

પોલીસે દારૂ, લક્ઝુરિયસ કાર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદ જિલ્લામાં દારૂની હેરાફેરી માટે અમદાવાદ શહેરને અડીને આવેલા કણભા પાસેના વડોદ ગામની સીમમાં એસ.એમ.સીની ટીમને બાતમી મળી હતી કે, ત્યાં ટ્રકમાંથી લાખોની કિંમતનો દારૂ અન્ય ગાડીમાં જવાનો છે. જે બાતમીના આધારે પોલીસને 12,377 દારૂની બોટલ મળી આવી હતી. તેમજ કાર અને અન્ય વાહનો સાથે પોલીસે 46 લાખથી વધુનો દારૂ અને 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સામાન્ય ટપોરીમાંથી દારૂનો માફિયા બની બેઠો
ગુજરાતમાં હાલ વિનોદ સિંધી સૌથી મોટો દારૂનો ડીલર છે. પણ અગાઉ કમલેશ ભૈયા સાથે સંકળાયેલા બંસી મારવાડીને હાલ કમલેશ ભૈયાની જગ્યા લઈને લતીફ બનવા તરફ આગળ વધી રહ્યો છે અને તેને કેટલાક બેઇમાન પોલીસવાળા મદદ પણ કરી રહ્યા હતા. આ બધાની વચ્ચે બંસીને 11 લક્ઝુરિયસ કાર સાથે ડીસીપી ઝોન 5ની ટીમે ઝડપી લીધો છે. તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સામાન્ય ટપોરીથી લતીફની જેમ તે અમદાવાદમાં દારૂના માફિયા બની ગયો અને તેણે પૂર્વ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પણ ઉભી કરી હતી.

બંસીના અમદાવાદના નેટવર્કની તપાસ ગોકળગતિએ
હવે અમદાવાદ જિલ્લામાં બંસીના દારૂના કારોબારને કારણે પીએસઆઇને સસ્પેન્ડ કરાય છે. જ્યારે અમદાવાદમાં ચાલતા બંસીના નેટવર્કમાં અનેક પોલીસ સંડોવણી હોવાની જાણ છેક ઉપર સુધી છે. છતાં હજી તેમાં કોઈ કાર્યવાહી કે તપાસ ગોકળગતિએ થઈ રહી છે તેની પાછળ પણ અનેક કારણ હોવાનું ચર્ચા થઇ રહી છે.

બંસી મારવાડીને સામાન્ય ટપોરીથી લતીફ બનવા તરફ આગળ વધતો હતો
બંસી મારવાડીને સામાન્ય ટપોરીથી લતીફ બનવા તરફ આગળ વધતો હતો

voip સિસ્ટમ વાપરતા તેથી ટ્રેસ કરવા મુશ્કેલ હતા
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બંસી અને તેના સાગરિતો સીધા કોલ કરવાના બદલે voip સિસ્ટમનો ઉપયોગ કરતા હતા. તેની સાથે તેઓ કોલ સેન્ટરમાં જે રીતે વિદેશના નાગરિકને છેતરવા માટે જેક (ટેક્નોલોજી)નો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. જેનાથી તેઓ કોઈને ફોન કરે તો અમેરિકા, કેનેડા, સિંગાપોરના નંબર ડિસ્પ્લે થતાં હતા. તેમજ કોઈ ટ્રેસ કરી શકતા ન હતા.

મદદ કરતા પોલીસના નામ કહી દીધા
સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસે જ્યારે બંસીની પૂછપરછ કરી રહી હતી, ત્યારે તે કઈ રીતે નાના ટપોરીથી હોલસેલ દારૂનો ડીલર બન્યો તે વિગત પણ જાણવા મળી છે. અને તેને કેટલાક બેઇમાન પોલીસ વિશે પણ પોલીસ સમક્ષ વિગતો જણાવી છે. હાલ 20 જેટલા બંસીની સાથે અમદાવાદમાં સંકળાયેલા કે સીધા કે આડકતરી રીતે તેને મદદ કરતા હતા. એમના નામ તપાસ કરતી ટીમે ખોલી દીધા છે. અને તેની સાથે તેના મળેલા હિસાબ અનેક લોકોની રાતની ઊંઘ ઉડાડી દીધી છે.