સ્ટેટ જીએસટીના સપાટો:GSTએ પેટ્રોલ પંપ પર રાજ્યવ્યાપી દરોડા પાડ્યા, વેટ રજિસ્ટ્રેશન વગરનું અંદાજે રૂ. 400 કરોડનું વેચાણ ધ્યાને આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદ સહિત 11 જિલ્લા તથા અન્ય 29 મળીને કુલ 104 જગ્યાએ પેટ્રોલ પંપની નોંધણી રદ્દ હતી
  • પેટ્રોલ કે ડિઝલનું ભરવાપાત્ર વેરો ભર્યા વગર જ વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું

સ્ટેટ જીએસટી વિભાગે આજે પેટ્રોલ પંપ પર રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા.જેમાં અંદાજે રૂ. 400 કરોડનું વેટ રજિસ્ટ્રેશન વગરનું વેચાણ ધ્યાને આવ્યું હતું. રાજ્યના અમદાવાદ સહિત 11 શહેર તથા અન્ય 29 મળીને કુલ 104 જગ્યાએ પેટ્રોલ પંપની નોંધણી રદ્દ થઈ હતી કે નિયમ મુજબ ભરવાપાત્ર વેરો ભર્યા વગર જ પેટ્રોલ કે ડિઝલનું વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું હતું.

નોંધણી રદ્દ થયેલા પેટ્રોલ પંપને કંપની પેટ્રોલિયમ વેચતી હતી
સ્ટેટ જીએસટીએ સિસ્ટમ એનાલિસિસ કર્યું હતું જેમાં તેના ધ્યાને આવ્યું હતું કે, રાજ્યના સંખ્યાબંધ પેટ્રોલ પંપને કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ આવા પેટ્રોલ પંપની નોંધણી રદ્દ થઈ ગઈ હતી. એ સિવાય કેટલાક પેટ્રોલ પંપ દ્વારા નિયમ અંતર્ગત ભરવાપાત્ર વેરો ભરવામાં આવ્યો ન હતો. જેથી અમદાવાદમાં 6, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, ગોધરામાં 4, ખેડામાં 7, પોરબંદરમાં 5, રાજકોટમાં 15, જામનગરમાં 9, સુરતમાં 8, વડોદરામાં 9, વલસાડમાં 4 અને અન્ય 29 મળીને કુલ 104 પર સ્થળ તપાસ કરીને કાર્યવાહી કરાઈ હતી.

વેટ રજિસ્ટ્રેશન વગર વેચાણ કરતાં પેટ્રોલ પંપની યાદી

અત્યાર સુધીની કાર્યવાહીમાં 64 કરોડનો વેરો ભરપાઈ થયો
સ્ટેટ જીએસટીની તપાસમાં ઘણા પેટ્રોલ પંપ પર વેટનું રજિસ્ટ્રેશન રદ્દ થયેલું હોવાનું સામે આવ્યું હતું. આમછતાં આ પેટ્રોલ પંપ ચાલતા હતા. આવા કુલ 27 પેટ્રોલ પંપ ચાલતા હતા અને રજિસ્ટ્રેશન વગર અંદાજે રૂ. 400 કરોડનું વેચાણ કર્યું હતું એટલું જ નહીં કેટલાક પેટ્રોલ પંપ ભરવાપાત્ર વેરો ભરતા ન હતા. અત્યાર સુધીની કાર્યવાહીમાં રૂ. 64 કરોડનો વેરો ભરપાઈ થયેલો છે. તેથી તેની આકરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વેરો ન ભરનારની મિલકતને કામચલાઉ ટાંચમાં લેવામાં આવી છે. 27 પેટ્રોલ પંપ ઉપરાંતના પેટ્રોલ પંપ પર તપાસની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં ટેક્સ કમ્પ્લાયન્સને લગતી મોટી અનિયમિતતા મળી આવવાની શક્યતા છે.