તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GSTના દરોડામાં દારૂ ઝડપાયો:ઇલેકટ્રોથર્મમાં GSTની રેડ, 451 કરોડના બેનામી બિલો સાથે 33.71 લાખનો દારૂ પણ મળી આવ્યો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજે કંપનીના સિક્યોરિટી ઈન્ચાર્જ ઘરેદારૂની 62 બોટલ અને અન્ય એક બંગલે 36 બોટલ વિદેશી દારૂની બોટલો મળી
 • જીએસટી ડિપાર્ટમેન્ટે 25 દિવસમાં 19 પેઢી મળી 40 સ્થળોએ દરોડા પાડ્યા
 • રાજ્યમાં કંપનીની ભાવનગર, ગાંધીધામ અને અમદાવાદની ઓફિસો, નિવાસ્થાનો અને ગોડાઉન પર દરોડા
 • લંડન, સ્કોટલેન્ડ, જાપાન અને ફ્રાન્સમાંથી મગાવેલી મોંઘા ભાવની 998 દારૂની બોટલ મળી

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(એસજીએસટી)ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના પલોડિયા ખાતે આવેલી ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં ઇલેકટ્રોથર્મ સાથે સંકળાયેલી 19 પેઢીઓને ત્યાંથી રૂા.451 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું હતું. આ ઉપરાંત ઇલેકટ્રોથર્મ પલોડિયાથી બે નંબરી હિસાબોને ટ્રકમાં સગેવગે કરતા ઝડપી પાડ્યા હતા. જેમાંથી 998 ઇમ્પોર્ટેડ દારૂની બોટલો પણ મળી આવી હતી.

છેલ્લાં 25 દિવસથી ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ. કંપની અને તેની સાથે સંકળાયેલી 19 પેઢીઓ મળી 40 જુદા જુદા સ્થળો પર જીએસટી દ્વારા દરોડા પડાયા હતા. જેમાં 11 પેઢીઓ ભાવનગર અને બાકીની ગાંધીધામ અને અમદાવાદમાં આવેલી છે. આ 11 પેઢીઓ પાસેથી રૂા.451 કરોડના બોગસ બિલ દ્વારા રૂા.81 કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ તપાસમાં ઇલેકટ્રોથર્મની હંસ ઇસ્પાત લિ.ના કુલ 12 સ્થળોએ તપાસમાં મોટા પ્રમાણમાં સાહિત્ય મળી આવ્યું હતું. જેમાં બોગસ પેઢી પાસેથી ખરીદી, રદ થયેલી ખરીદી, કેન્સલ ઓર્ડર, બોગસ આઇટીસી, સ્ટોક તફાવત, ખોટી રીતે મેળવેલ વીમાની રકમ અને પત્રકમાં છૂપાવેલ વેચાણ મળીને કુલ રૂા.46.69 કરોડનું કૌભાંડ ઝડપાયું હતું. આ ટેક્સ ચોરીમાં રકમ રૂા. 10.87 કરોડ સ્થળ પર જ વસૂલ કરાયા હતા. જ્યારે ઇ-બાઇકનું ઉત્પાદન કરતી ઇન્ટિગ્રેટેડ ઇન્ડક્શન પાવર પ્રા.લિ. પાસેથી રૂા.92.66 લાખ અને ઇન્ડસ યુનિવર્સિટી પાસેથી રૂા.8.44 લાખનો ટેક્સ વસૂલાયો છે.

ટ્રકમાં બે નંબરી સાહિત્યને સગેવગે કરતા ઝડપાઇ ગયા
બુધવારે વહેલી સવારે ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.પલોડિયાથી એક ટ્રક નીકળી હતી. જેને અધિકારીઓએ રોકીને તપાસ કરતાં 50 બોક્સમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવેલ જીએસટી-વેટ ચોરીનું સાહિત્ય મળ્યું હતું. જેને ચકાસતાં કરોડો રૂપિયાની કરચોરીનો આંકડો બહાર આવે તેવી શક્યતા છે. જીએસટીના અધિકારીઓને બાતમી મળી હતી કે કંપની દ્વારા બેનામી કાગળો એક વાહનમાં ભરી સગેવગે કરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો