ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ:જો સમયસર નીતિ બનશે તો ગુજરાતના માર્ગો પર બે વર્ષમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો દોડતાં હશે, હાલ ટૂ વ્હીલર્સ પર ભાર મુકાયો

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં હાલ માત્ર 11 હજાર જેટલાં ઇવી વાહનો છે (પ્રતિકાત્મક તસવીર). - Divya Bhaskar
ગુજરાતમાં હાલ માત્ર 11 હજાર જેટલાં ઇવી વાહનો છે (પ્રતિકાત્મક તસવીર).
  • કોરોના સંક્રમણને કારણે ઇલેક્ટ્રિક વાહનો નીતિ બનાવવાની પ્રક્રિયામાં વિલંબ બાદ પુનઃકવાયત શરૂ કરાઈ
  • ઇવી વાહનો માટે નવી નીતિમાં વાહનો તેમજ ચાર્જિંગ સ્ટેશનો માટે ભારે પ્રોત્સાહનો આપવાની વિચારણા

રાજ્યમાં આગામી બે વર્ષમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગો પર દોડતાં થાય એ માટે ગુજરાત સરકાર ખાસ વાહનવ્યવહારની નીતિમાં ફેરફાર કરવાની દિશામાં સક્રિય બની છે. એટલું જ નહીં, ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે પ્રોત્સાહક નીતિ અપનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે. રાજ્યમાં હાલ વાહનવ્યવહાર વિભાગની નવી નીતિમાં સૌથી વધુ દ્વિચક્રી વાહનો પર ભાર મુકાયો છે. વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગેા પર દોડી શકે એ માટે રાજય સરકારે નીતિ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ કોરોના સંક્રમણના કારણે વિલંબ થયો છે. હવે ફરીથી સક્રિય કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જો સમયસર આ નીતિ બનશે તો રાજયમાં બે વર્ષમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહન (ઇવી) માર્ગેા પર જોવા મળશે.

કંપનીઓ તેમનાં ઇલેકિટ્રક સ્કૂટરની કિંમત ઘટાડી રહી છે
ગુજરાતમાં હાલ કુલ 2.52 કરોડ વાહનો પૈકી 1.84 કરોડ વાહનો દ્વિચક્રી છે. ઇવી પોલિસીના ડ્રાફ્ટ પ્રમાણે, સરકાર સૌથી વધુ દ્વિચક્રી ઇલેક્ટ્રિક વાહનો પર ભાર મૂકી રહી છે. ગુજરાતમાં હાલ માત્ર 11 હજાર જેટલાં ઇવી વાહનો છે, જે 2022 સુધીમાં એક લાખ કરતાં વધુની સંખ્યા ધરાવતાં હશે. વાહનવ્યવહાર વિભાગના અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકારનાં પ્રોત્સાહક પગલાં અને રાહતોને કારણે કંપનીઓ તેમનાં ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત ઘટાડી રહી છે. હવે તો કેટલીક કંપનીઓ ઇવી વાહનો બજારમાં મૂકી રહી છે, જેમાં પ્રથમ વાહન 2020 સુધીમાં બજારમાં આવે એવી સંભાવના છે.

વડોદરામાં ઇવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું એ સમયની ફાઇલ તસવીર.
વડોદરામાં ઇવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું એ સમયની ફાઇલ તસવીર.

બેટરી ચાર્જિંગ સ્ટેશન રાજ્યભરમાં સ્થાપિત કરવામાં આવશે
ગુજરાત સરકારે જે ડ્રાફ્ટ બનાવ્યો છે એમાં વિવિધ પ્રકારનાં પ્રોત્સાહનો આપવામાં આવશે. સરકારે ઇવી ઉપરાંત ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં પણ પ્રોત્સાહન જાહેર કર્યાં છે. ઇવીની નવી નીતિમાં ઇવી વાહનો તેમજ ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેનાં વધુ પ્રોત્સાહનો તેમજ રાહતો જાહેર કરવામાં આવી રહી છે, રાજ્યના હાલના પેટ્રોલ પંપ અને સીએનજી પંપના સ્થાને ઇવી ચાર્જિંગ સ્ટેશન આપવાની સરકારે તૈયારી કરી છે. સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવા માટે સબસિડી અને કર રાહતો આપી રહી છે. આ નીતિ હાલ દ્વિચક્રી અને ટ્રાન્સપોર્ટ વાહનોને મળે છે, હવે કોમર્શિયલ વાહનોને પણ આપવામાં આવશે. સરકાર અલગ અલગ વાહનો માટે પણ અલગ નીતિ બનાવી રહી છે. સરકારની નીતિનો ડ્રાફ્ટ મુજબ ઇવી માટે બેટરી ચાર્જિંગ સ્ટેશન રાજયભરમાં સ્થાપિત કરવામાં આવશે. રાજયના ઊર્જા, પરિવહન, શહેરી વિકાસ અને નાણાં વિભાગના અધિકારીઓ નવી નીતિને આખરી ઓપ આપી રહ્યા છે.

બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે.
બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે.

ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર માટે સ્ટુડન્ટને 12 હજાર, ઇ-રિક્ષા માટે 48000ની સહાય
રાજ્ય સરકારે આજે વધુ એક મહત્ત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતાં વાયુ-પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહીં, વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને એનો લાભ અપાશે.

અન્ય સમાચારો પણ છે...