તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરો માટે ગાઈડલાઈન:મહારાષ્ટ્રથી ગુજરાત આવતા મુસાફરો માટે નિયમ, RT- PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત, નહીં હોય તો પોતાના ખર્ચે કરાવવો પડશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર RT- PCR ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી
  • RT- PCR ન હોય તો પેસેન્જરે રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવ્યા બાદ નેગેટિવ આવે તો જ મુસાફરી કરી શકશે
  • ST પેસેન્જર્સનું મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર પેસેન્જરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે

મહારાષ્ટ્રમાં સંપૂર્ણ દેશના 50 ટકાથી વધુ દૈનિક કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. ગુજરાતના જાહેર આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા પેસેન્જરો માટે કોરોનાનો RT- PCR ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. આ ઉપરાંત આ પેસેન્જરોનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવે, તે મુદ્દે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (SOP) બહાર પાડી હતી. ત્યારે આ પેસેન્જરો હવાઈ માર્ગે, રેલ માર્ગે તેમજ બસ દ્વારા ગુજરાતમાં પ્રવેશ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર મંગળવારે DivyaBhaskarએ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો, જેમાં મુસાફરોના કોઈ ચેકિંગ કે ટેસ્ટિંગ ન કરાતા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે રેલવે સ્ટેશન બહાર સ્વૈચ્છિક ટેસ્ટ હોવાથી ગણ્યાગાંઠ્યા લોકો જ ટેસ્ટ કરાવતાં હોવાનું સામે આવ્યું હતું. જ્યારે એરપોર્ટ પર ટેમ્પરેચર ચેકિંગ કરાય છે.

એરપોર્ટ માટેની ગાઈડલાઈન
ડોમેસ્ટિક પેસેન્જર મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશે તો 72 કલાકની અંદર તેનો RT- PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવો જરૂરી છે. એરપોર્ટના અધિકારીઓને રિપોર્ટ બતાવવાનો રહેશે. RT- PCR ટેસ્ટ રિપોર્ટ નહીં હોય, તો કમ્પલસરી એરપોર્ટ ઉપર પેસેન્જરે પોતાના ખર્ચે RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર RT- PCR ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો પેસેન્જર નેગેટિવ હશે, તો તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. આ ઉપરાંત પેસેન્જરના આગમન સમયે તેમનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો તેને કોરોનાના લક્ષણો દેખાશે. તો તેનો RT- PCR ટેસ્ટ પેસેન્જર ખર્ચે કરવામાં આવશે. જેનો 800 રૂપિયા ચાર્જ લાગશે.

એરપોર્ટ પર ટેમ્પરેચર ચેકિંગ કરાય છે
એરપોર્ટ પર ટેમ્પરેચર ચેકિંગ કરાય છે

રેલવે વિભાગ માટે ગાઈડલાઈન
મહારાષ્ટ્રથી આવતા પેસેન્જરે ફરજિયાત 72 કલાકની અંદર આવેલો કોરોનાનો RT- PCR રિપોર્ટ સાથે રાખવો પડશે અને રેલવે અધિકારી માગે ત્યારે તેને બતાવવો પડશે. જો 72 કલાકની અંદર ટેસ્ટ કરેલો નહીં હોય કે સાથે ટેસ્ટનો રિપોર્ટ નહીં હોય તો પેસેન્જરે રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે પેસેન્જર નેગેટિવ હશે તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. જ્યારે પોઝિટિવ પેશન્ટને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. રેલવે ઓથોરિટીએ પેસેન્જરોના આગમન ઉપર તેમના સ્ક્રિનિંગની જવાબદારી ઉપાડવી પડશે. સાથે જ આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પાલન કરવાનું રહેશે. આ નિયમો મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જરો માટે લાગુ પડશે.

રેલવે સ્ટેશન પર મુસાફરોનું કોઈ ચેકિંગ કે ટેસ્ટિંગ થતું નથી
રેલવે સ્ટેશન પર મુસાફરોનું કોઈ ચેકિંગ કે ટેસ્ટિંગ થતું નથી

એસ.ટી વિભાગ માટેની ગાઈડલાઈન
મહારાષ્ટ્રથી ગુજરાતમાં હાઇવે દ્વારા પ્રવેશતા પેસેન્જરોએ પણ 72 કલાકની અંદર કોવિડ- 19નો RT- PCR રિપોર્ટ કરાયેલો હોવો જોઈશે. જો પેસેન્જર પાસે આવો રિપોર્ટ નહીં હોય, તો તેમને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર પેસેન્જરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો તેમને તાવ સહિત કે કોરોનાના લક્ષણ હોય તો તેમને RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. જેનો ખર્ચ પેસેન્જરે ભોગવવાનો રહેશે. જો પેસેન્જર નેગેટિવ હશે તો તે ગુજરાતમાં પ્રવાસ કરી શકશે. પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત આઇસોલેશનમાં જવાનું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો