• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • State Government's Door to door Campaign To Fight Corona, 75 Villages Will Be Vaccinated Daily In The Next 15 Days, 700 To 800 Teams Will Be Vaccinated

મહત્વના નિર્ણયો:કોરોના સામે લડવા રાજ્ય સરકારનું ઘર ઘર દસ્તક અભિયાન, આગામી 15 દિવસમાં દરરોજ 75 ગામોમાં વેક્સિન અપાશે, 700થી 800 ટીમો દ્વારા રસીકરણ કરાશે

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાપુતારાના ખીણ વિસ્તારના માર્ગોની રૂ.10.15 કરોડના ખર્ચે અત્યાધુનિક પદ્ધતિથી કામગીરી હાથ ધરાશે
  • ચોમાસામાં બાળકોને શિક્ષણ સુવિધા મળી રહે એ માટે વધુ પાણી ભરાતા તમામ ગામોમાં રૂ.1000 કરોડથી વધુ રકમના નદી નાળા કોઝવેના સ્ટ્રક્ચર બનાવાશે
  • નિરામય યોજના અંતર્ગત એક જ દિવસમાં 66 હજારથી વધુ લોકોનું સ્ક્રીનીંગ

રાજ્યના નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેક્સિન અમોધ શસ્ત્ર પુરવાર થઇ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર દસ્તક અભિયાન હાથ ધરીને ઘરે ઘરે વેક્સિન આપવામાં આવનાર છે જે અંતર્ગત રાજ્યમાં આગામી 15 દિવસમાં દરરોજ 750થી 800 ટીમો બનાવી 75 ગામોમાં જઇને વેક્સિનેશન કામગીરી હાથ ધરાશે. આ વિશે પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાગરિકોની સુખાકારી માટે અનેકવિધ નિર્ણયો કરાયા છે એ માટે મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને સૂચનાઓ પણ આપી દીધી છે.

14 હજાર લોકોને PMJAY-મા કાર્ડ એનાયત કરાયા
વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યમાં આગામી નવ દિવસમાં ઘરે ઘરે જઇને વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે. જેમાં દરેક જિલ્લામાં 75 ટીમો બનાવાશે અને રોજના 75 ગોમોને આવરી લેવાશે.રાજ્યમાં 65 લાખ નાગરિકોને બીજો ડોઝ લેવાનો બાકી હતો તેમને શોધીને 55 લાખ લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે અને બાકીના 10 લાખ લોકોને સત્વરે બાકીનો ડોઝ આપી દેવાશે. રાજ્યમાં નાગરિકોને આરોગ્ય સવલત પુરી પાડવા માટે નિરામય યોજના કાર્યાન્વીત કરી છે. જે હેઠળ એક જ દિવસમાં 66 હજારથી વધુ નાગરિકોનું સ્ક્રીનીંગ કરાયુ છે. 20 હજારથી વધુ લોકોને લેબોરેટરીની સુવિધા આપી છે. 5 હજારને હેલ્થ કાર્ડ અપાયા તથા 14 હજાર લોકોને PMJAY-મા કાર્ડ એનાયત કરાયા છે. આગામી સમયમાં વધુને વધુ નાગરિકોનું સ્ક્રિનિંગ થાય એ માટે સમયબદ્ધ આયોજન કરાયુ છે.

રૂ.2000 કરોડના ખર્ચે 42 હજારથી વધુ વિકાસકામોના લોકાર્પણ થશે
વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યમાં આવતીકાલથી આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂ થનાર છે. જે હેઠળ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે.મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ મહેમદાવાદથી આ યાત્રાનો શુભારંભ કરાવાશે. આ ત્રણેય દિવસ યોજાનારી યાત્રામાં અંદાજે રૂ.2000 કરોડથી વધુ રકમના 42 હજારથી વધુ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. જે ગ્રામ્ય સ્તરે ઐતિહાસિક પૂરવાર થશે. રાજ્યનું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારા કે જયાં ખીણ વિસ્તાર છે ત્યાં રાજ્ય અને રાજય બહારથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે. તેમને અકસ્માતથી બચાવવા માટે રૂ.10.15 કરોડના ખર્ચે અત્યાધુનિક પદ્ધતિથી માર્ગ સુવિધાના કામો હાથ ધરાશે.

12 જિલ્લામાં રૂ.452 કરોડના ખર્ચે બાયપાસના કામો હાથ ધરાશે
એટલું જ નહિ ચોમાસા દરમિયાન ભારે વરસાદથી ઘણા ગામો સંપર્કવિહોણા બને છે. તેવા સમયે બાળકોના શિક્ષણ પર પણ અસર થતી હોય છે. આવા ગામોમાં શિક્ષણ સુવિધા અટકે નહિ એ માટે અંદાજે રૂ.1000 કરોડથી વધુ રકમના કોઝ-વે નદીનાળા પરના બાયપાસના વિવિધ કામોની મંજૂરી આપી દેવાઇ છે. જેમાં રૂ.461 કરોડના ખર્ચે કોઝ-વે તથા 12 જિલ્લામાં 452 કરોડના ખર્ચે બાયપાસના કામો હાથ ધરાશે. એ જ રીતે દર્દીઓને તકલીફ ન પડે એ માટે રૂ.236 કરોડના નદીનાળા પરના બાંધકામ માટેના કામો પણ મંજૂર કરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલી બનાવાઇ છે એ સંદર્ભે પણ ગુજરાત સરકારે રોડ મેપ તૈયાર કરી દીધો છે અને આગામી દશ વર્ષમાં તબક્કાવાર સંપૂર્ણ રીતે નીતિ અમલી બને એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરાશે.

અન્ય સમાચારો પણ છે...