PSI ભરતી વિવાદ:રાજ્ય સરકારનું હાઈકોર્ટ સમક્ષ એફિડેવિટ, 'ઉમેદવારોના તમામ મૌલિક અધિકારોનું ધ્યાન રાખવામાં આવ્યુ છે'

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોએ જાહેરાત કરી ત્યારે કેમ રજૂઆત ન કરી?: સરકાર

પીએસઆઇ ભરતી પ્રક્રિયાના વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો છે. જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમા એફિડેવિટ મારફતે જવાબ રજુ કર્યો છે. રાજ્ય સરકારે એફિડેવિટમાં પોતાનો જવાબ રજુ કરતા દલીલ કરી છે કે, ઉમેદવારોએ જાહેરાત કરી ત્યારે કેમ રજૂઆત ન કરી? ઉપરાંત ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોના તમામ મૌલિક અધિકારોનું ધ્યાન રાખવામાં આવ્યુ છે.

3 જૂને વધુ સુનાવણી હાથ ધરાશે
રાજ્યમાં પીએસઆઇની ભરતી પ્રક્રિયામાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં રાજ્ય સરકારે પોતાનો જવાબ જવાબ રજૂ કર્યો છે. સરકારે દાવો કર્યો છે કે, તમામ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કરવામા આવી છે. ઉપરાંત સરકાર તરફથી દરેક કેટેગરીના ત્રણ ગણા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મામલે 3 જૂને વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ આ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને પહેલી જૂન સુધી અરજદારોની ફરિયાદ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે પણ કહ્યું હતું. સાથે જ હાઇકોર્ટે અરજદારોને પણ સલાહ આપી હતી કે, 'પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરી દેવી જોઈએ કોર્ટ સમક્ષ પોતાની ફરિયાદ અને માંગ લઇને આવ્યા છે એટલે ન્યાય તો મળશે જ'.

જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ
પીએસઆઇની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાયા બાદ જેના પરિણામના મેરીટમાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહિ થયું હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી એવી અરજદારોએ રજુઆત કરી છે. GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઈએ, જોકે તેમ નથી કરવામાં આવ્યું. જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ, ઉપરાંત એક્સ આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે અરજી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...