સરકારનો આદેશ:શાળા-કોલેજોમાં RTPCR ટેસ્ટના ડોમ ઊભા કરવા રાજ્ય સરકારનો આદેશ, અમદાવાદમાં જે સંસ્થા AMCને જાણ કરશે ત્યાં ડોમ ઊભા કરી દેશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે

રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં સરકાર દ્વારા તબક્કાવાર શાળા-કોલેજોમાં શિક્ષણ શરૂ કરવા સરકારમાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટની પદ્ધતિ અપનાવી છે. ત્યારે સરકારે સ્કૂલ અને કોલેજમાં RTPCR ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. ત્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) જે તે સંસ્થામાં ડોમ ઊભા કરી દેશે.

RTPCR ટેસ્ટ માટે કોર્પોરેશન અને આરોગ્ય અધિકારીને સૂચના
શાળા કોલેજો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં કોરોના ન ફેલાય તેના માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સંસ્થાઓમાં RTPCR ટેસ્ટ કરવાની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય અધિકારીઓને સૂચના અપાઈ છે.

ગુજરાત યુનિવર્સિટી ખાતે ટેસ્ટિંગ ડોમ ચાલી રહ્યો છે
અમદાવાદ શહેરમાં જે શિક્ષણ સંસ્થા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરવામાં આવશે. તેઓને કોર્પોરેશન દ્વારા ટેસ્ટ ડોમ ઉભા કરવામાં આવશે. હાલમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ટેસ્ટ ડોમ ઊભો કરવામાં આવ્યો છે.

કોમ્પ્યુનિટી હેલ્થ સેન્ટરે RTPCR ટેસ્ટની કામગીરી શરૂ કરાશે
અમદાવાદ શહેરમાં કોરોનાના ટેસ્ટિંગની કાર્યવાહી 39 સ્થળોએ શરૂ કરવામાં આવી રહી છે. કોમ્પ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે RTPCR ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ શહેરમાં રોજના RTPCR 5500 ટેસ્ટ થઈ રહ્યા છે. AMCની અને ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરમાં અંદાજે 2000 એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

200 વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિન અપાય છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં 200 વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિનેશન ચાલુ છે. અંદાજે 41 લાખ લોકોએ વેક્સિન લીધી છે. જેમાં 31 લાખ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે. 10 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે.