તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આદેશ:લોકડાઉનભંગની કલમ 188ના કેસો ફરી ખોલવા માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા સરકારી વકીલોને આદેશ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવા કેસ માટે ખાસ પોલીસ કર્મચારીઓને અધિકૃત કરવા માટે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુસન દ્વારા સૂચના આપવામાં આવી

ગુજરાતમાં લોકડાઉન સમયે આઈપીસીની કલમ 188 હેઠળ જે કેસ નોંધાયા હતા અને જે ચાર્જશીટ થયા હતા તે તમામ કેસ ફરી ખોલવા માટે રાજય સરકારના ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા તમામ જિલ્લા સરકારી ધારાશાસ્ત્રીઓને સૂચના આપવામાં આવી છે અને આ માટે પોલીસ કર્મચારી- અધિકારીઓને અધિકૃત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

લોકડાઉન સમયે IPCની કલમ 188 હેઠળ જે તે સમયના પ્રતિબંધાત્મક આદેશોના ભંગ બદલ રાજ્યભરમાંથી કેસ થયા હતા. પરંતુ આ વિવાદ વડોદરાની એક અદાલતમાં ગયો હતો. જેણે આ તમામ ચાર્જશીટ રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ પ્રકારના કેસમાં પોલીસ કે કોઈ સરકારી ફરજમાં રૂકાવટ કે જાહેર શાંતિ, આરોગ્યને ભયમાં મુકે તેવી હરકત સહિતનું સામેલ હતા.

પરંતુ સુપ્રીમ કોર્ટ આ અંગેની એક અપીલમાં લૉકડાઉન સમયે IPCની કલમ 188 હેઠળ જે અપરાધો નોંધાયા હતા તેની ફરિયાદ રદ કરવાનો ઈનકાર કર્યો હતો. જો કે આ તમામ સામાન્ય અપરાધ હતા જેમાં લૉકડાઉન છતાં વાજબી કારણ વિના પાસ વગર બહાર જવું, પ્રવાસ કરવો, માસ્ક ન પહેરવા અને દંડ પણ ન ભરવાનો સમાવેશ થાય છે. આ કાનૂન હેઠળ 1થી 6 માસની જેલની સજા તથા રૂા.1000 સુધીના દંડની જોગવાઈ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો