• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • State Government Is Committed To Provide A Conducive Environment For MSMEs As A Bridge Between Small And Medium Enterprises And Banks: CM Bhupendra Patel

બેન્કર્સ સાથે રિવ્યૂ બેઠક:રાજ્ય સરકાર નાના-લઘુ ઉદ્યોગકારો અને બેન્કસ વચ્ચે સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ આપવા પ્રતિબદ્ધ છે: CM ભૂપેન્દ્ર પટેલ

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • રાજ્યમાં રાષ્ટ્રિયકૃત બેન્કો સહિતની 4048 શહેરી, 2337 અર્ધ શહેરી અને 3592 ગ્રામીણ મળી કુલ 9977 શાખાઓ
  • MSME સેકટરના બેન્કસ સાથેના પ્રશ્નો-લોન-ધિરાણ વિષયો અંગે સામુહિક ચિંતન-મનનનો અભિનવ ઉપક્રમ
  • નાણા મંત્રી– ઉદ્યોગ રાજ્યમંત્રી સહિત વિવિધ એસોસિયેશનના પ્રતિનિધિઓ-બેન્કર્સની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાંઅગ્રણી બેન્કર્સ સાથે રિવ્યૂ બેઠક યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, નાના-લઘુ અને મધ્યમ ઉદ્યોગો, MSME સેક્ટર અને બેન્કર્સ વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ઉદ્યોગો અને બેન્ક બેય સાથે મળીને તાલમેલથી ચાલે તે રાજ્યના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસ માટે આવશ્યક પણ છે.

મુખ્યમંત્રી રાજ્યના MSME કમિશ્નરેટ અને નાણાં વિભાગ આયોજિત અગ્રણી બેન્કર્સ સાથેની MSME સેક્ટરના પ્રશ્નો-સમસ્યાઓ લોન-ધિરાણ અંગેની સમીક્ષા બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યુ કે, કોરોના મહામારીને પગલે ખાસ કરીને નાના ઉદ્યોગો, ધંધા વ્યવસાયિકોને આર્થિક માર પડ્યો છે. તેમાંથી તેમને પુન: પગભર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ જે સહાય યોજના પેકેજ આપેલું છે તેનો લાભ રાજ્યના આવા ઉદ્યોગ-વેપાર વ્યવસાયિકોને સુપેરે મળે તેવું દાયિત્વ બેન્કોએ નિભાવ્યું છે તે અભિનંદનીય છે.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, બેન્કસનો ઓવર ઓલ પર્ફોમન્સ લોન-ધિરાણ સહાયમાં સકારાત્મક છે. આમ છતાં, ઉદ્યોગકારોના નાના-મોટા પ્રશ્નો, સૂચનો સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી S.L.B.Cમાં વિચારણામાં લઇ તેનું સત્વરે યોગ્ય નિવારણ થાય તેવું સૂચન તેમણે કર્યુ હતું. નાણામંત્રી કનુ દેસાઇ, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ આર.બી.આઇ.ના રિજીયોનલ ડિરેક્ટર પાણિગ્રહી, એસ.એલ.બી.સી-કન્વીનર બંસલ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, રાષ્ટ્રિયકૃત બેન્કસના ચીફ જનરલ મેનેજરો આ બેઠકમાં સહભાગી થયા હતા.

રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશનના પદાધિકારીઓએ આ બેઠકમાં MSMEને સ્પર્શતી વિવિધ રજૂઆતો કરી હતી. એસ.એલ.બી.સી ના કન્વીનર બંસલે રાજ્યમાં રાષ્ટ્રિયકૃત બેન્કો સહિતની 4048 શહેરી, 2337 અર્ધ શહેરી અને 3592 ગ્રામીણ મળી કુલ 9977 શાખાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ગ્રાહક અને ઉદ્યોગલક્ષી સેવાઓનું અને લોન, ધિરાણ સહાયની વિવિધ બાબતોનું વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યુ હતું.

મુખ્યમંત્રીએ MSME ઉદ્યોગો માટેની ગાઇડ લાઇન્સ અને યોજનાઓના સંકલન સાથેના કોમ્પોડિયમનું વિમોચન કર્યુ હતું. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર સમશેરસિંઘે સૌનો આભાર વ્યકત કર્યો હતો.