તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગોને કોરોનાનું ગ્રહણ:સંક્રમણને પગલે રાજ્યમાં સરકારે મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવા મંજૂરી આપી, ધૂળેટીએ એકબીજા પર રંગો છાંટી શકાશે નહીં

અમદાવાદ3 મહિનો પહેલા
હોળીની ઉજવણીની ફાઈલ તસવીર
  • શનિવારે કોર કમિટીની મિટિંગમાં હોળીની ધાર્મિક વિધિની છૂટ આપવામાં આવી હતી

રાજ્યમાં ગઈકાલે 1565 કોરોના કેસ નોંધાયા હતા. જે નવા વર્ષમાં સૌથી વધુ છે. ત્યારે કોરોના સંક્રમણ વધુ વકરી રહ્યું છે, જેની હોળી-ધૂળેટીના તહેવારો પર સીધી અસર થઈ છે. રાજ્ય સરકારે રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવાર ઉજવણી પર શરતી મંજૂરી આપી છે. જેમાં હોળી પ્રગટાવવા માટે માત્ર જૂજ સંખ્યામાં જ લોકો હાજર રહી શકે તેની મંજૂરી આપી છે. જ્યારે ધૂળેટી પર રંગો ઉછાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપી હતી.

હોળીદહનમાં નિયમોનું પાલન જરૂરી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો. ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.

નાયબ મુખ્યમંત્રીએ પત્રકારોને હોળી ઉજવણી અંગે માહિતી આપી હતી
નાયબ મુખ્યમંત્રીએ પત્રકારોને હોળી ઉજવણી અંગે માહિતી આપી હતી

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 6 હજારને પાર
રાજ્યમાં ગઈકાલે 1,565 કેસ નોંધાયા છે. અગાઉ 29 નવેમ્બરે 1,564 કેસ નોઁધાયા હતા. જ્યારે 969 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં 2-2 તથા વડોદરા અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 1-1 મળી કુલ 6 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,443 થયો છે. 28 ડિસેમ્બર બાદ પહેલીવાર રાજ્યમાં 6 દર્દીના મોત થયા છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 96.08 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 28 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 6 હજારને પાર કરી ગયો છે અને હાલ 6737 એક્ટિવ કેસ છે.

હોળી દહનની ફાઈલ તસવીર
હોળી દહનની ફાઈલ તસવીર

અમદાવાદ સહિત ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લદાયો હતો
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આજે 17 માર્ચ 2021થી ચાર મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા, એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે બાદમાં અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂનો સમય 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરાયો છે.

આ વર્ષે સરકારે ઘૂળેટી પર રંગો છાંટવાની કે રમવાની છૂટ આપી નથી - ફાઈલ તસવીર
આ વર્ષે સરકારે ઘૂળેટી પર રંગો છાંટવાની કે રમવાની છૂટ આપી નથી - ફાઈલ તસવીર

17 માર્ચે ચાર મહાનગરોમાં ST બસ બંધ કરાઈ હતી
રાજ્યાન ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને ધ્યાનમાં લઇ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં એસટી બસના ઉપડવા તેમજ પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. ST દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરોમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહી કરે. જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. જો કે બાદમાં અમદાવાદ અને સુરતમાં શહેરીબસ સેવા જ બંધ કરી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...