તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રાજ્ય સરકાર પાસે 10 લાખ રસી ઉપલબ્ધ : રેમ્યા મોહન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજો ડોઝ લેનારા નાગરિકો મૂંઝવણમાં
  • રાજ્યમાં શનિવારથી રસીકરણ પુન: શરૂ કરવામાં આવશે

નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે, ગુરુવારની સાંજની સ્થિતિએ રાજ્ય પાસે 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. સમગ્ર રાજ્યમાં શનિવારથી રસીકરણ પુન: શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે, ગુરુવારે સાંજે રસીનો સ્ટોક હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સમગ્ર રાજ્યમાં શુક્રવારે રસીકરણ બંધ રખાયું છે.

અમદાવાદ મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીએ કહ્યું કે, ગુરુવાર સાંજની સ્થિતિએ મ્યુનિ. પાસે એક પણ રસીનો ડોઝ ઉપલબ્ધ નથી. શુક્રવારે રસીકરણ બંધ રહેશે. શનિવારે રસીકરણ ચાલુ રહેશે કે નહીં તેની હજુ કોઈ સૂચના મળી નથી.

આ સ્થિતિમાં રસી લેવા ઈચ્છુક નાગરિકોની હાલત કફોડી બની છે. ખાસ કરીને 84 દિવસથી બીજા ડોઝની રાહ જોઈને બેઠેલા નાગરિકો મૂંઝવાયા છે. જુલાઈમાં અત્યાર સુધી માત્ર 1.28 લાખ લોકોને જ રસી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...