તબીબોને પગાર વધારો:રાજ્ય સરકારનો નિર્ણય, કરારબદ્ધ વર્ગ-2ના મેડિકલ ઓફિસર્સને માસિક રૂ.3000 વધુ ચૂકવાશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • સરકારના આ નિર્ણયનો 1851 જેટલા મેડિકલ ઓફિસર્સને ફાયદો થશે
  • સરકારી તિજોરી પર વાર્ષિક રૂ.55.53 લાખનો બોજો પડશે

રાજ્યભરના તબીબોને રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભેટ આપવામાં આવી છે. જેમાં સરકારે રાજ્યના કરાર આધારિત મેડિકલ ઓફિસર્સને લઈને મોટી જાહેરાત કરી છે. આરોગ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે, કરાર આધારિત વર્ગ-2ના મેડિકલ ઓફિસર્સના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર વાર્ષિક 55.53 લાખ રૂપિયાનો વધારાનો બોજો પડશે.

વર્ગ-2ના કરારબદ્ધ મેડિકલ ઓફિસર્સને માસિક રૂ.3000નો વધારો
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે, રાજ્યના કરાર આધારિત નિમણુંક પામેલા 1851 જેટલા વર્ગ-2ના મેડિકલ ઓફિસર ડોક્ટર્સના માસિક પગારમાં રૂ. 3000 નો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ પોસ્ટમાં આગળ લખ્યું છે કે, આ પગાર વધારાની સાથે કરાર આધારિત ડોક્ટર્સને હવે રૂ. 63000 માસિક મળશે પગાર મળશે.

રક્ષાબંધન પર તબીબોને NPA આપવાની જાહેરાત
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે રક્ષાબંધન પર જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકારની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઈન સર્વિસ ડોક્ટરો તથા જી.એમ.ઈ.આર.એસની મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકોને સાતમા પગાર પંચ મુબજનું નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપવાની મંજૂરી અપાઈ છે.