તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારનો નિર્ણય:આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી નહીં યોજાય એ નક્કી, સરકારે નવરાત્રી મહોત્સવ રદ્દ કર્યો, સરકારે પ્રજાને નવરાત્રિની મંજૂરી નહીં આપવાના સંકેત આપ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્સવો પર પ્રતિબંધની SOP હોવાથી સરકાર હા કે ના કહેવાનું ટાળશે
  • રાજ્યકક્ષાનો નવરાત્રિ મહોત્સવ રદ કરીને સરકારે પ્રજાને નવરાત્રિની મંજૂરી નહીં આપવાના સંકેત આપ્યા
  • અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં સરકારી ગરબામાં ગત વર્ષે 6 લાખ 80 હજાર દર્શકો એકઠા થયા હતાં. જે પૈકી 1 લાખ 71 હજાર ખેલૈયાઓ ગરબા રમ્યા હતા.

આખરે સ્પષ્ટ થઈ ગયું કે ચાલુ વર્ષે ગુજરાતમાં ગરબા નહીં થાય. શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનાના કારણે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને રદ કરાયો છે. અગાઉ રાજ્યના તમામ મોટા ગરબા આયોજકો ગરબા રમાડવાનો ઇનકાર કરી ચૂક્યા છે. દિવ્ય ભાસ્કરે આ સમાચાર 12 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કર્યા હતા. આ પછી જ ચર્ચા શરૂ થઈ હતી કે સરકાર શું નિર્ણય કરે છે? જો કે, શેરી ગરબાને લઈને હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને નિશ્ચિત સંખ્યા સાથે સરકાર શેરીઓમાં ગરબાની મંજૂરી આપી શકે છે.

વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ચાલુ વર્ષે 17થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ છે. વિશ્વવ્યાપી કોરોના મહામારીના કારણે અમારી સરકારે આ વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના આ કાળમાં નાગરિકોની સલામતી આપણા સૌની સૌથી મોટી પ્રાથમિકતા છે. વિશાળ જનહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે પ્રજાને નવરાત્રિની મંજૂરી નહીં આપવાના સંકેત આપ્યા
સરકારે ‘સાપ પણ ન મરે અને લાઠી પણ ન તૂટે’ તે રીતે વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ રદ કરીને પ્રજાને સંકેત આપી દીધો કે જાહેર કે ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાતી નવરાત્રિ કરવાની મંજૂરી પણ નહીં મળે. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ સપ્ટેમ્બર મહિનામાં જ જાહેર કરાયેલી એસઓપીમાં સ્પષ્ટ લખ્યું છે કે, ઉત્સવોની ઉજવણી પર પ્રતિબંધ. નવરાત્રિ એક ઉત્સવ છે એટલે રાજય સરકારે આ માટે કોઇ અલગથી જાહેરાત કરવાની જરૂર નથી તેવું ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. બીજી બાજુ શેરી ગરબા માટે સરકારમાં પણ બે મત છે, કેટલાક મંત્રીઓનું એવું કહેવું છે કે, શેરી ગરબામાં છૂટ આપવી જોઇએ,પણ શેરી ગરબા પર નિયંત્રણ રહેશે કે કેમ તે પ્રશ્ન હોવાથી શેરી ગરબામાં કઇ રીતે છૂટ આપવી તે પ્રશ્ન છે. વળી, ગરબે ઘૂમતા ખેલૈયાઓ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરી શકે જ નહીં તે વાસ્તવિકતાથી પણ સરકાર વાકેફ છે એટલે શેરી ગરબામાં પણ છૂટ આપવામાં બે મત પ્રવર્તે છે.

નવરાત્રી અંગે સરકાર વિચારી રહી હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું
કોરોના મહામારીને કારણે વિશ્વના લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે ખ્યાતિ પામેલા નવરાત્રિ ઉત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 17મી ઓકટોબરથી શરૂ થનારી નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. જો કે સરકાર યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. આ અંગે રૂપાલના એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેલૈયા નવરાત્રિની કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.

રાજકોટના સૌથી મોટા સહિયર અને સરગમ ક્લબ ગ્રુપ દ્વારા રાસોત્સવ નહીં યોજાય
રાજકોટમાં કોરોના સંક્રમણ વધવાના કારણે તાજેતરમાં જ શહેરના બે અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ આ વર્ષે આયોજન રદ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ મોટા ગણાતા સહિયર અને સરગમ ગ્રુપના સંચાલકો દ્વારા નવરાત્રિ રદની જાહેરાત કરી છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા રદ
સમગ્ર ગુજરાતમાં જેની નામના છે એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી યોજાશે નહીં. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ થોડા દિવસ પહેલા આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચૂસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે. આવા સંજોગોમાં નાગરિકોની સલામતી એ આપણી પ્રાથમિકતા છે અને એટલે ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો