રાજ્યમાં અનેક સરકારી કર્મચારીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઈને સરકારથી નારાજ છે, ત્યારે રાજ્યના ઈજનેરીના કોલેજના અધ્યાપકો પણ પડતર પ્રશ્નોનું નિવારણ ના આવતા આજથી સરકાર સામે અભિયાન શરૂ કર્યું છે, જેમાં આજે ટ્વિટર પર #પડતર પ્રશ્નો (#padatarprashno)થી ટ્વિટ કર્યું છે અને પોતાની માંગણીઓ પૂરી કરવા રજૂઆત કરી છે.
3 કલાક ટ્વિટર પર અભિયાન
અત્યારે તમામ સરકારી કર્મચારીઓની મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના શરુ કરવાનો છે, ત્યારે ઈજનેરી કોલેજના અધ્યાપકોના મંડળ ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ પણ આ માંગણીને લઈને અભિયાન શરુ કર્યું છે. આજે બપોરે 2થી 5 વાગ્યા સુધી #padatarprashno સાથે ટ્વિટર પર અભિયાન કરવામાં આવ્યું છે.
પેન્શન બંધારણ અધિકારી દિવસ મનાવ્યો
14 એપ્રિલે પેન્શન બંધારણ અધિકારી દિવસ તરીકે મનાવ્યો હતો. ગઈકાલે બાબાસાહેબ આંબેડકરની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને મંડળના સભ્યો સાથે પ્લે કાર્ડ બનાવી ફોટા પડાવ્યા હતા. આ ઉપરાંત નવા કાર્યક્રમ પણ અગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.