તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત, રાજ્યની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર, ટૂ-વ્હીલર માટે 20 હજાર અને ફોર-વ્હીલર માટે દોઢ લાખ સબસિડી

એક મહિનો પહેલા

નમસ્કાર!
રસીકરણને વેગ આપવા ગુજરાત યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન શરૂ થશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી શકે... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે...

સેન્સેક્સ52,588.7114.25
ડોલરરૂ.74.360.26

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

48,850150.00

આ 3 ઘટના પર રહેશે નજર
1) ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની આજથી પ્રક્રિયા શરૂ, 30 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
2) ગુજરાત યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન શરૂ થશે.
3) અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર, ટૂ-વ્હીલર માટે 20 હજાર અને ફોર-વ્હીલર માટે દોઢ લાખ સબસિડી

ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરવામાં આવી છે. આ પોલિસી જાહેર કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીમાં મળનારી સબસિડીની માહિતી આપી હતી, જેમાં 2-વ્હીલર માટે 20 હજાર અને 4-વ્હીલર માટે દોઢ લાખ રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) અમિત શાહે સતત બીજા દિવસે બેઠકો યોજી, મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખ, ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. મોદી વિના ગુજરાત ભાજપમાં રાજકીય મહામંથન શરૂ થઈ ચૂક્યું છે. અમિત શાહે 21 અને 22 જૂને એમ બે દિવસમાં કુલ 6 બેઠક યોજી છે. 21 જૂને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે મુલાકાતો કરતાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. ત્યાર બાદ શાહે સતત બીજા દિવસે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ પાટીલ, ધારાસભ્યો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) ચૂંટણીના 15 મહિના પહેલાં ભૂકંપમુદ્દે કેશુબાપા અને પાટીદાર આંદોલનમુદ્દે આનંદીબેનની ખુરશી ગઈ, હવે ચૂંટણીને 17 મહિના બાકી
ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપનું એકહથ્થું શાસન છે. જોકે ભાજપ માટે સત્તાની આ સફર આસાન રહી નથી, કારણ કે ભાજપને અસંખ્ય આંતરિક વિવાદો અને ઊથલપાથલનો સામનો કરવો પડ્યો છે. 2001ના ભૂકંપ બાદ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈની ચૂંટણીના 15 મહિના પહેલાં ખુરશી ગઈ હતી. ત્યાર બાદ આનંદીબેન સાથે પણ આવું જ થયું હતું, તેમણે ચૂંટણીના 15 મહિના પહેલાં રાજીનામું આપ્યું હતું. હવે વિધાનસભા ચૂંટણીને 17 મહિનાની વાર છે ત્યારે ફરી મુખ્યમંત્રી રૂપાણીની ખુરશીના પાયાની ખેંચતાણ શરૂ થઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ભાજપે 'આપ'માં જોડાયેલા કાર્યકરો ભાજપના ન હોવાનો ખુલાસો કરતાં 'આપ'નો જવાબ, ભાજપના જ હોવાની રસીદો જાહેર કરી
સુરતમાં ભાજપને તિલાંજલિ આપી કાર્યકરો ‘આપ’માં જોડાઈ રહ્યા હોવાની સમયાંતરે તેજ બનેલી ગતિવિધિને પગલે ભાજપે ખુલાસા કરવા પડ્યા હતા. પ્રેસ-કોન્ફરન્સ યોજી ‘આપ’ ને પડકાર ફેંક્યો છે કે જે કાર્યકર્તાઓ જોડાયાનો દાવો કરો છો તે ભાજપના પ્રાથમિક સભ્ય હોવાના પુરાવા જાહેર કરે, જેથી ભાજપમાંથી આપમાં જોડાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાના સભ્યપદની રસીદો જાહેર કરી છે. ભાજપમાંથી આપમાં જોડાયેલા વિપુલ સખિયાએ જણાવ્યું હતું કે ભાજપને પ્રામાણિક અને નિષ્ઠાવાન કાર્યકરો નહીં, ખુશામતખોરો જોઈએ છે.
વાંચો સમાચાર વિગતવાર

5) હવે અમદાવાદ સહિત 3 શહેરમાં જ ડબલ ડિજિટમાં કેસ, રાજ્યમાં સતત કેસમાં ઘટાડો, માત્ર 135 નવા કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં 135 નવા કેસ નોંધાયા છે. અગાઉ 16 એપ્રિલે પહેલી વેવમાં 163 કેસ નોંધાયા હતા. અમદાવાદ, રાજકોટ અને સુરત એમ 3 કોર્પોરેશન વિસ્તારમાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ શહેર, જૂનાગઢ શહેર અને આણંદ જિલ્લામાં 1-1 મળીને કુલ 3 દર્દીનાં મોત થયાં છે તેમજ 612 દર્દી સાજા થયા છે, જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.15 ટકા થયો છે, જ્યારે રાજ્યના 9 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...