તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકીય હલચલ:મહિનાના અંતે રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા, 2017 પછી કોંગ્રેસમાંથી આવેલા ત્રણ સહિત 4 મંત્રી ઉમેરાયા અને એકનું રાજીનામું પડ્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ફાઈલ તસવીર.
  • પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સાથે સંગઠન અને સરકારની બેઠકોમાં ચર્ચા
  • પક્ષના નેતાઓ અને મંત્રીઓ સાથેની બેઠકમાં મંત્રીમંડળમાં ફેરબદલ કરવા અંગે વિચારણા

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, જેની સાથે જ રાજકીય ગરમી વધવા લાગી છે. આ સંજોગોમાં ભાજપ સરકારની કોરોનાની કામગીરીને લઈ પ્રજામાં રોષ ફેલાયો છે. એ જોતાં આગામી દિવસોમાં મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવે એવી શક્યતા છે.

આ ઉપરાંત પક્ષના આગેવાનોને બોર્ડ નિગમોમાં નિમણૂકો આપી વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રજાની સાથે પક્ષના નેતાઓનું દિલ જીતવામાં આવી શકે છે. 2018 અને 2019માં કોંગ્રેસમાંથી આવેલા ત્રણ ધારાસભ્યોને અને એક ભાજપના ધારાસભ્યને વચ્ચેના ગાળામાં મંત્રી બનાવવામાં આવ્યા હતા.

શાહની સૂચના બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે એવી સંભાવનાઓ.
શાહની સૂચના બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે એવી સંભાવનાઓ.

અમિત શાહની મુલાકાત દરમિયાન વિસ્તરણ અંગે ચર્ચા થઈ શકે
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય એવા અમિત શાહ 21મીએ ગુજરાત આવી રહ્યા છે. અમિત શાહની આ ગુજરાત મુલાકાત દરમિયાન પણ રૂપાણી સરકારમાં વિસ્તરણ અંગેની ચર્ચા કરી શાહની સૂચના બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે એવી સંભાવનાઓ છે.

પ્રદેશ પ્રભારીએ એક બાદ એક યોજેલી બેઠકના અનેક સંકેત
છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગરમાં જે રીતે પક્ષના પ્રભારીનું આગમન અને વન ટુ વન બેઠક યોજી રહ્યા હતા. તેઓ આવો જ કંઈક સંકેત આપે છે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગઈકાલે પક્ષના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા સાથે અંતિમ બેઠક કરી હતી. કેશુભાઈ પટેલ તથા નરેન્દ્ર મોદીના સમયથી પક્ષમાં સંગઠનની કામગીરી સાથે સંકળાયેલા દલસાણિયા સાથેની અંતિમ બેઠકને ખૂબ જ મહત્ત્વ અપાઈ રહ્યું છે. જોકે ભાજપનાં સૂત્રોએ કહે છે કે નેતૃત્વ પરિવર્તનનો કોઈ પ્રશ્ન જ નથી. તો બીજી તરફ મંત્રીમંડળની પુન:રચનાની શક્યતા નકારી પણ નથી.

વિસ્તરણ બાદ બોર્ડ નિગમોની નિમણૂૂકો પણ ચર્ચામાં
સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્રીય મંત્રીમંડળની પુન:રચના થયા બાદ ગુજરાતનો એજન્ડા હાથ પર આવી શકે છે. બોર્ડ નિગમની નિમણૂકો પણ હાલ ચર્ચામાં હોય એવો સંકેત આપી દેવાયો છે.

ભાજપે ધારાસભ્યો, સાંસદોને હવે દોડતા કરવાનો નિર્ણય લીધો છે અને એ માટે પક્ષ પ્રમુખ સી.આર.પાટીલનો કમલમ કેમ્પ વધશે તો ફરી એકવાર સંગઠનના પદાધિકારીઓના પ્રવાસ પર વધી જશે. મંત્રીઓને તેમના મતક્ષેત્રમાં નવાં વિકાસકામો ઓળખી કાઢવા રાજય સરકારમાં દરખાસ્ત કરવા માટે જણાવ્યું છે.

2019માં જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યોગેશ પટેલને મંત્રી બનાવાયા હતા.
2019માં જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યોગેશ પટેલને મંત્રી બનાવાયા હતા.

2017થી અત્યારસુધીમાં 4 મંત્રી ઉમેરાયા અને એકનું રાજીનામું
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ રૂપાણી સરકારે શપથ લીધા ત્યારે મંત્રીમંડળનું કદ મુખ્યમંત્રી સહિત 20નું હતું. ત્યાર બાદ એમાં 2018માં કોંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળિયાને સ્થાન આપવામાં આવ્યું હતું તેમજ 2019માં કોંગ્રેસમાંથી આવેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાને પણ મંત્રી બનાવ્યા. તેની સાથે સાથે મધ્ય ગુજરાતના પ્રતિનિધિત્વને લઈ અસંતોષ જોવા મળતા યોગેશ પટેલ(વડોદરા)ને પણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આમ, મંત્રીમંડળનું કદ 24નું થયું હતું, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં પરબત પટેલ સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ મંત્રીમંડળનું કદ 23નું છે.

રાજ્યના મંત્રીઓની યાદી

વિજય રૂપાણી(મુખ્યમંત્રી)ગૃહ
નીતિન પટેલ(ના.મુખ્યમંત્રી)શહેરી વિકાસ, નાણાં અને આરોગ્ય
આર. સી. ફળદુકૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર
કિશોર કાનાણીઆરોગ્ય પરિવાર કલ્યાણ
જવાહર ચાવડાપ્રવાસન
કૌશિકકુમાર પટેલમહેસૂલ
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાશિક્ષણ-કાયદો
સૌરભ પટેલઊર્જા
ગણપત વસાવાઆદિજાતિ વિકાસ, વન
જયેશ રાદડિયાઅન્ન, નાગરિક પુરવઠો
દિલીપકુમાર ઠાકોરશ્રમ અને રોજગાર
ઈશ્વરભાઈ પરમારસામાજિક ન્યાય અધિકારિતા
કુંવરજીભાઈ બાવળિયાપાણીપુરવઠો, પશુપાલન
પ્રદીપસિંહ જાડેજાગૃહ(રાજ્યકક્ષા)
પુરુષોત્તમ સોલંકીમત્સ્ય ઉદ્યોગ
બચુભાઈ ખાબડગ્રામ વિકાસ, પશુપાલન
જયદ્રથસિંહ પરમારકૃષિ(રાજ્યકક્ષા)
ઈશ્વરસિંહ પટેલસહકાર
વાસણ આહીરસા.-શૈ. પછાત વર્ગોનું કલ્યાણ
વિભાવરીબહેન દવેમહિલા અને બાળ કલ્યાણ
રમણલાલ પાટકરવન અને આદિજાતિ વિકાસ
યોગેશ પટેલનર્મદા, શહેરી ગૃહ નિર્માણ
ધર્મેન્દ્રસિંહ જાડેજાઅન્ન, નાગરિક પુરવઠા(રાજ્યકક્ષા)
અન્ય સમાચારો પણ છે...