ભાસ્કર એક્સક્લૂઝિવ:અમદાવાદનાં સ્ટાર્ટઅપ્સે 1 વર્ષમાં 173 કરોડનું રોકાણ મેળવ્યું, 4 વર્ષમાં 30 હજારથી વધુને રોજગારી મળી

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઇન્ડિયન સ્ટાર્ટઅપ ફંડિંગના રિપોર્ટ પ્રમાણે રાજ્યના 40 ટકા સ્ટાર્ટઅપ અમદાવાદમાં
  • સ્ટાર્ટઅપ ક્ષેત્રે અમદાવાદ દેશમાં સાતમા ક્રમે, હાલ 2056 સ્ટાર્ટઅપ પરવાનગી મેળવવાના સ્ટેજ સુધી પહોંચી ગયા છે

ઇન્ડિયન સ્ટાર્ટઅપ ફંડિંગ રિપોર્ટ અને સ્ટાર્ટ ઇન્ડિયા વેબસાઇટ પ્રમાણે 2021માં અમદાવાદનાં સ્ટાર્ટઅપ્સે 26 ડીલમાં 173 કરોડનું મેળવ્યું છે. રિપોર્ટ પ્રમાણે અમદાવાદનું સ્ટાર્ટઅપ કલ્ચર દેશમાં સાતમા સ્થાને છે. શહેરની સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ સારી હોવાથી રાજ્યના 40 ટકા સ્ટાર્ટઅપ અમદાવાદમાં છે.

સત્તાવાર આંકડા પ્રમાણે, સમગ્ર દેશના 6.6 ટકા સ્ટાર્ટઅપ ગુજરાતમાં છે. 2017થી 2020 સુધીમાં ગુજરાતના સ્ટાર્ટઅપે 30 હજાર કરતાં પણ વધુ લોકોને નોકરી આપી હતી. હવે યુવાનો નોકરી કરતા પોતાનો બિઝનેસ શરૂ કરી રહ્યા છે. શહેરમાં સ્ટાર્ટઅપને ગાઇડ અને આઇડિયાને મોટા સ્કેલ પર તૈયાર કરવા માટે 31 ઇન્ક્યુબેટર્સ અને 4 એક્સેલેટર્સ છે, જ્યારે 30 મેન્ટર છે.

આઈ હબના સીઈઓ હિરન્મય મહંતાએ જણાવ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં અમદાવાદમાં ઇન્ક્યુબેશન અને ઇન્વેસ્ટર્સની સંખ્યામાં વધારો થયો છે. સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે. સ્ટાર્ટઅપની સિસ્ટમને મજબૂત કરવા માટે મોટા બિઝનેસે બિગ બ્રધરની ભૂમિકા ભજવવી પડશે, આ બિઝનેસ હાઉસીસે પોતાના વિસ્તારના સ્ટાર્ટઅપને મદદ કરવી પડશે. સ્ટાર્ટઅપને મજબૂત કરવા માટે લોકલ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે.

શહેરનાં 1867 સ્ટાર્ટઅપ હાલ આઇડિએશન સ્ટેજમાં
સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વેબસાઇટ મુજબ, અમદાવાદના 1867 સ્ટાર્ટઅપ આઇડિએશન સ્ટેજમાં છે, જ્યારે 2,056 સ્ટાર્ટઅપે માન્યતા મેળવવાની સ્ટેજમાં છે. 1423 સ્ટાર્ટઅપ પ્રારંભિક અવસ્થામાં છે, જ્યારે 768 વિકસી રહ્યા છે.

આંત્રપ્રિન્યોરને ઇન્વેસ્ટમેન્ટ મળે જ છે
અગાઉ ઇન્વેસ્ટર્સની સંખ્યા ઓછી હતી, પરંતુ હવે સમય બદલાયો છે. આજે સિરિયસ આંત્રપ્રિન્યોરના માત્ર આઇડિયાના આધારે પણ લોકો મૂડીરોકાણ કરવા તૈયાર થઈ જાય છે. આપણે ત્યાં સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ સારી હોવાથી આંત્રપ્રિન્યોર્સને ઓફિસ, સર્વર, પેટન્ટ વગેરે માટે મદદ મળે છે. > મિહિર જોષી, સીઈઓ, જીવીએફએલ

કયા કયા સેક્ટરમાં કેટલા સ્ટાર્ટઅપ છે?

સેક્ટરસ્ટાર્ટઅપની સંખ્યા
એગ્રિટેક131
એપ્લિકેશન ડેવલપમેન્ટ152
બિઝનેસ ઇન્ટેલિજન્સ15
બિઝનેસ ફાઇનાન્સ21
ક્લીન ટેક્નોલોજી51
ઇ- લર્નિંગ60
ફૂડ ટેક્નોલોજી, ફૂડ ડિલિવરી27

અમદાવાદમાં 3414 સ્ટાર્ટઅપ

સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વેબસાઇટ પર રજિસ્ટર્ડ થયા બાદ સરકાર તેનું પૃથક્કરણ કરાય છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 3414 સ્ટાર્ટઅપ છે. ત્યાર બાદ સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભરૂચ, વલસાડ વગેરે શહેરોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...