તાજેતરમાં શહેરમાં એક રસપ્રદ સ્ટાર્ટ અપ પાઠશાળાનું આયોજન થયું. જેમાં 22થી 65 વર્ષ સુધીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે સ્ટાર્ટ અપ માટે કેવી રીતે ફંડ મેળવવું, કેવા આઇડિયા હોવા જોઈએ સહિતની સંપૂર્ણ માહિતીની મેળવી હતી. સીએ ઇન્સ્ટિટ્યૂટની અમદાવાદ બ્રાન્ચ, ટેક સ્ટાર્સ સ્ટાર્ટઅપ, સ્ટાર્ટઅપ ગ્રાઇન્ડે યોજેલા આ કાર્યક્રમમાં એકાઉન્ટ, ઓડિટ, ટેક્સેશન, ઇન્વેસ્ટમેન્ટ ફિલ્ડના નિષ્ણાતોએ 50 સીએને માર્કેટિંગ સ્ટ્રેટેજી, પ્રોડક્ટ ડેવલપમેન્ટ સહિતની બાબતો શીખવાડી હતી.
અમદાવાદ બ્રાન્ચના ચેરમેન બિશન શાહનો દાવો છે કે, દેશમાં પ્રથમ વખત જ આવો વર્કશોપ યોજાયો. તાલીમ આપનારા મેન્ટર પ્રસાદ અખાણીએ કહ્યું, ‘સીએ ફાઇનાન્સિયલ સપોર્ટ, માર્કેટિંગ, આઇડિયોલોજી જેવા પાસાંની સમજ અપાઈ.
બિઝનેસ વુમન બનવા નવા આઇડિયા શીખી
હું ઈન્વેસ્ટમેન્ટ-બેન્કિંગની પ્રાઈવેટ કંપનીમાં સીએ છું. ફાઈનાન્સ મેનેજમેન્ટને લગતી બાબતોની જાણકારી મને છે, પરંતુ હું ભવિષ્યમાં બિઝનેસ વુમન બનવા માગંુ છું, તેથી આ કાર્યક્રમમાં મેં ભાગ લીધો છે, જેમાં અલગ અલગ પ્રકારના બિઝનેસ આઈડિયા કેવી રીતે કરવા ? સહિતની બાબતોનુ માર્ગદર્શન મળ્યુું છે. જે મને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
આર્થિક દૃષ્ટિકોણને સમજવા ઉપયોગી
સ્ટાર્ટઅપ અને ઈકો સિસ્ટમને સમજવા આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. હું સીએ ફર્મ ધરાવું છું અને પ્રેક્ટિસ કરું છું. સ્ટાર્ટઅપ સોલ્યુશનને લગતી ઈકોસિસ્ટમની ઈન ડેપ્થ, જાણકારી મેળવવા, સ્ટાર્ટઅપને કેન્દ્રમાં રાખીને લોકોની સમસ્યા કઈ રીતે ઉકેલવા સહિતની ચાવીરૂપ બાબતોની જાણકારી મળી છે. જે ભવિષ્યની જાણકારી માટે ઉપયોગી નીવડશે.
બેરોજગારી દૂર કરતું સ્ટાર્ટ અપ બનાવવું છે
હું 11 વર્ષથી સીએ ફર્મ ધરાવું છું. સ્ટાર્ટઅપને ઉંડાણપૂર્વક સમજવા, ક્લાયન્ટને મદદ કરવા, સાથે જ એજ્યુકેશન સેક્ટરમાં સ્ટાર્ટઅપ લાવીને બેરોજગારીને દૂર કરવાનો ઇરાદો છે. સ્ટાર્ટઅપનો આઈડિયા કેવી રીતે કરવો, ઈન્વેસ્ટર્સ પાસેથી ફંડ કેવી રીતે મેળવવું, સ્ટાર્ટઅપને કેવી રીતે આગળ વધારવું સહિતની બાબતોની ઉપયોગી માહિતી મેળવી શક્યો છું.
પરંપરાગત ઢબમાંથી હવે બહાર આવવું છે
કોઈને પણ એવો પ્રશ્ન થાય કે સીએ થયા પછી સારા પગારની જોબ કે પ્રાઈવેટ પ્રેક્ટિસની તક હોય છે. આવી સ્થિતિમાં સીએને વળી સ્ટાર્ટઅપમાં ભાગ લેવાની શું જરૂર? મારો જવાબ છે કે હું સીએ તરીકે પ્રાઈવેટ પ્રેક્ટિસ કરુ છું, જે પરંપરાગત ઢબે ચાલે છે. હવે હું મારું સ્ટાર્ટ અપ શરૂ કરીને દેશના અર્થતંત્રને મજબૂત કરવા આ કાર્યક્રમમાં ભાગ લીધો છે.
નવી પેઢીની વિચારધારા જાણવી પણ જરૂરી છે
21 વર્ષની પ્રેક્ટિસ બાદ કંઈક નવીન કરવાના અભિગમને લીધે સ્ટાર્ટ અપ પ્રત્યે રુચિ છે. મેં સ્ટાર્ટ અપને ધ્યાનમાં રાખીને ઈન્ક્યુબેટર એટલે શું?, સ્ટાર્ટ અપમાં નેટવર્કિંગનું મહત્ત્વ કેટલું? નવી પેઢીની વિચારધારા કેવી છે સહિતની વિવિધ બાબતોની જાણકારી મેેળવી છે. સ્ટિચિંગ-ફેબ્રિકને લગતા સ્ટાર્ટ અપનો વ્યૂ છે. આ કાર્યક્રમ મને ખૂબ જ ઉપયોગી નીવડયો છે.
મિશન ગ્રેટ ઇન્ડિયાને આગળ ધપાવવું છે
40ના વર્ષથી સીએ તરીકે પ્રેક્ટિસ કરું છું. દેશમાં બેરોજગારી,ગરીબી, મોંધવારીને નાબૂદ કરવા અને સમાજ ઉપયોગી સ્ટાર્ટઅપને આગળ ધપાવવા માગું છું. મિશન ગ્રેટ ઈન્ડિયા (એમજીઆઈ) સ્ટાર્ટ અપને લગતી ઉપયોગી બાબતોને સમજવા માટે આ કાર્યક્રમમાં લીધો હતો અને મારા મતે ઘણી ઉપયોગી માહિતી પણ મળી છે.
નવું શરૂ કરતાં પહેલાં જાણકારી હોવી જોઈએ
વર્તમાન સમયની માગ અને અર્થતંત્રને અનુરૂપ, સમાજસેવા માટેના સ્ટાર્ટ અપ શરૂ કરવા અંગે સૌથી પહેલા સ્ટાર્ટ અપને લગતી તમામ બાબતોની જાણકારી જરૂરી છે. મારે સ્ટાર્ટઅપને લગતી પ્રોસીજર, ફંડિંગ,ઈન્વેસ્ટમેન્ટ, ફાયદા, સરકારી યોજનાઓ સહિતની બાબતોની જાણકારી જોઈતી હતી. તેથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.