તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Starting The School Of Standard 6 To 8 From Tomorrow, The Teachers Started The Work Of Cleaning The School And Getting The Consent Letters From The Parents.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલ ખુલે છે:​​​​​​​આવતીકાલથી ધોરણ 6થી 8ની સ્કૂલ શરૂ, શિક્ષકોએ શાળાની સાફ-સફાઈથી લઈ વાલીઓ પાસેથી સંમતિપત્રો લેવાની કામગીરી કરી

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
શિક્ષકો દ્વારા સ્કૂલમાં સાફ-સફાઈ શરૂ કરી દેવામાં આવી છે - Divya Bhaskar
શિક્ષકો દ્વારા સ્કૂલમાં સાફ-સફાઈ શરૂ કરી દેવામાં આવી છે
 • બાળકોની સુરક્ષાને પગલે સ્કૂલોમાં થર્મલ ગન તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે
 • શહેરમાં AMC સ્કૂલ બોર્ડની 362 સ્કૂલોમાંથી 300 સ્કૂલો તો માત્ર પૂર્વ વિસ્તારમાં જ આવેલી છે

આવતી કાલથી રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8નો અભ્યાસ શરૂ થઈ રહ્યો છે. જેને લઈને શિક્ષકો તેમજ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સ્કૂલો શરૂ થાય તે પહેલા વાલીઓ પાસેથી બાળકોને સ્કૂલે મોકવા માટે સંમતિપત્ર લેવાની કામગીરી શિક્ષકો દ્વારા હાથ ધરાઈ છે. AMCની સ્કૂલોના શિક્ષકો 11 મહિના બાદ બાળકોને ફરી સ્કૂલમાં આવકારવા માટે ઉત્સાહીત જોવા મળી રહ્યા છે. કેટલીક સ્કૂલોમાં શિક્ષકો દ્વારા સ્કૂલને સાફ-સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ બાળકોની સુરક્ષાને પગલે સ્કૂલોમાં થર્મલ ગન તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.

શિક્ષકોએ ઘરે-ઘરે જઈ વાલીઓ પાસે સંમતિપત્ર લીધા
અમદાવાદમાં બાળકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે તંત્ર તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સાથે જ જે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો કોરોના સંક્રમિત છે તેઓને સ્કૂલમાં એન્ટ્રી ન મળે તેનું સતત મોનેટરિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં સ્કૂલ બોર્ડની 362 સ્કૂલો આવેલી છે જેમાથી 300 સ્કૂલો તો માત્ર પૂર્વ વિસ્તારમાં જ આવેલી છે. બાળકોને સ્કૂલે મોકવા માટે વાલી પાસેથી સંમતિપત્રો લેવામાં આવી રહ્યા છે. જેના માટે શિક્ષકો અલગ-અલગ વિસ્તારોમાં વાલીઓના ઘરે-ઘરે થઈને બાળકોને સ્કૂલે મોકવા માટે સંમતિ માંગી રહ્યા છે.

બાળકો સ્કૂલે આવે તે પહેલા તમામ સ્કૂલને સેનિટાઈઝ પણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી
બાળકો સ્કૂલે આવે તે પહેલા તમામ સ્કૂલને સેનિટાઈઝ પણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી

બાળકો આવે તે પહેલા સંપૂર્ણ સ્કૂલ સેનિટાઈઝ થશે
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. સાથે જ દરરોજ બાળકો સ્કૂલે આવે તે પહેલા તમામ સ્કૂલને સેનિટાઈઝ પણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે 10 મહિનાના લાંબા ગાળા બાદ આગામી 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી8ના વર્ગો શરુ કરી દેવાની જાહેરાત કરી છે. તેની સાથે હવે ચૂંટણી બાદ માર્ચ મહિનામાં ધોરણ 1થી5ના વર્ગો શરુ કરવા સરકાર અને શિક્ષણ વિભાગે વિચારણા શરુ કરી છે.

ચૂંટણી બાદ ધોરણ 1થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાશે
ગુજરાત ના શિક્ષણ વિભાગ માં ચાલતી ચર્ચા અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સરકાર હવે ધોરણ 1થી 4 અને 5થી 8ના અભ્યાસ અને પરીક્ષા લેવા માટે વિચારણા કરી રહી છે. સૂત્રોનું જણાવવું છે કે હવે ચૂંટણી બાદ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લઈ તેના આધારે પરિણામ જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત આગામી શૈક્ષણિક સત્ર પણ વહેલું શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઉનાળુ વેકેશન પણ વિદ્યાર્થીઓને લાંબુ આપવામાં આવશે નહીં. જો કે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. આ અંગે સરકાર અને શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યા છે. સત્તાવાર જાહેરાત સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પુરી થયા બાદ થશે.

શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગખંડો પુનઃ શરૂ કરાશે
શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગખંડો પુનઃ શરૂ કરાશે

વર્ગખંડ ન જનાર બાળકો માટે ઓનલાઈન ક્લાસિસ ચાલુ રહેશે
રાજ્યના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને પગલે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગખંડો પુનઃ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસિસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો