આપની પરિવર્તન યાત્રા:રાજ્યના 6 સ્થળેથી આપની પરિવર્તન યાત્રાનો પ્રારંભ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનતાના મુદ્દાઓને વાચા આપવામાં આવશે

ગુજરાતના છેવાડાના નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આપ દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 15 મે થી ગુજરાતના 6 સ્થળેથી આ પરિવર્તન યાત્રાની શરૂઆત થશે.જેમાં સોમનાથથી 'આપ' પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, ઉપાધ્યક્ષ નિમિષા ખુંટ, ગુજરાત યુથ વિંગ પ્રમુખ પ્રવીણ રામ મહાદેવના આશીર્વાદ લઇ સવારે 8:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

દ્વારકાથી ઇસુદાન ગઢવી,ઇન્દ્રનીલ રાજ્યગુરુ, સંગઠન મંત્રી અજિત લોખીલ,સિદ્ધપુરથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાણી અને મહામંત્રી સાગર રબારી, દાંડીથી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડૂક, રાકેશ હિરપરા, ઉમરગામથી પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા,BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવા તેમજ અબડાસાથી કિસાન સંગઠન અધ્યક્ષ રાજુ કરપડા અને કૈલાશદાન ગઢવી યાત્રાનો પ્રારંભ કરાવશે.

અન્ય સમાચારો પણ છે...