ઓનલાઇન એક્ઝામ:આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન એક્ઝામનો પ્રારંભ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીની બે તબક્કાની ઓનલાઇન પરીક્ષાનો બુધવારથી પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ તબક્કાની ઓનલાઇન પરીક્ષા 7 ઓક્ટોબર સુધી યોજાશે, જેમાં બીકોમ, બીબીએ બીસીએ, બીએસસી, એલએબલી, એમકોમ સહિતના કોર્સમાં ફાઈનલ યરના આશરે 3 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ ઓનલાઇન એક્ઝામ માટેના કુલ 12 હજાર વિદ્યાર્થીમાંથી 6 હજાર વિદ્યાર્થીએ ઓફલાઇન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ અંતર્ગત પ્રથમ તબક્કામાં 3 હજાર વિદ્યાર્થીની ઓનલાઈન એક્ઝામ 8 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થયા પછીથી બીજા તબક્કાની ઓનલાઇન એક્ઝામ 10 ઓક્ટોબરથી શરૂ થશે.

આ એક્ઝામ 18મી ઓક્ટોબર સુધી ચાલશે. બીજા તબકકાની ઓનલાઈન એક્ઝામમાં બીએ, બીએડ,એમએ સહિતના વિવિધ કોર્સની એક્ઝામ આશરે 3 હજાર વિદ્યાર્થીઓ આપશે. વિદ્યાર્થીઓ ટેબલેટ, લેપટોપ, મોબાઇલના માધ્યમથી આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...