સુવિધા:સ્ટાર એરની બેલગામ-ભુજ ફ્લાઈટનો આજથી પ્રારંભ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમ, શુક્ર અને શનિવારે ફ્લાઈટ ઓપરેટ થશે
  • ફ્લાઈટ ​​​​​​​અમદાવાદ થઈ ભુજ જશે, 90% બુકિંગનો દાવો

સંજય ઘોડાવત જૂથની સ્ટાર એર ઉડાન યોજના હેઠળ શુક્રવારથી કર્ણાટકના બેલગામથી ભુજ માટે નવી ફ્લાઈટ શરૂ કરશે. ફ્લાઈટ નંબર S5-107 બેલગામથી સવારે 8.10એ ઉપડી અમદાવાદ આવશે અને આ જ ફ્લાઈટ S5-157 તરીકે સવારે 11 વાગે અમદાવાદથી ભુજ જશે. આ ફ્લાઈટ SF-158 તરીકે બપોરે 12.30એ અમદાવાદ અને S5-108 તરીકે બપોરે 2.05એ બેલગામ પરત આવશે. હાલ પૂરતું આ ફ્લાઈટ સોમવાર, શુક્રવાર અને શનિવાર એમ 3 દિવસ ઓપરેટ થશે. એ પછી નિયમિત ધોરણે ચાલુ કરાશે.

કંપની 15 જૂનથી બીદર માટેની ફ્લાઈટ પણ શરૂ કરશે. ભવિષ્યમાં જયપુરને પણ કનેક્ટ કરવાની યોજના છે. આ એરક્રાફ્ટ 50 સીટની કેપેસિટીનું છે અને 4 ક્રૂ મેમ્બર રહેશે. કંપનીના સૂત્રોના કહેવા મુજબ ફ્લાઈટ માટે 90 ટકા બુકિંગ થઈ ગયું છે. કેપ્ટન સંજય ગાંધી અને તેમના ક્રૂ મેમ્બર્સ ફ્લાઈટ ઓપરેટ કરશે. કંપની સંજય ગાંધી સિનિયર પાઈલોટ તરીકે 7 હજાર ફ્લાઈંગ કલાકનો અનુભવ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...