તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Standing In Line Early In The Morning Outside Dhanvantari, The Woman Took The Token, Seeing The Serious Condition Of The Old Woman, Gave The Token

અમદાવાદી મહિલાની દરિયાદિલી:ધન્વંતરિ હોસ્પિટલ બહાર વહેલી સવારે લાઈનમાં ઊભાં રહી મહિલાએ ટોકન લીધું, વૃદ્ધાની ગંભીર હાલત જોઈ ટોકન આપી દીધું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાએ માજીની હાલત જોઈ પોતે લીધેલું ટોકન આપી દીધું. - Divya Bhaskar
મહિલાએ માજીની હાલત જોઈ પોતે લીધેલું ટોકન આપી દીધું.

ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે બનાવેલી ધન્વંતરિ હોસ્પિટલમાં દાખલ થવા માટે ટોકનપ્રથા ફરજિયાત કરાઈ હતી, જેને કારણે પોતાનાં સ્વજનોને દાખલ કરાવવા લોકોએ ટોકન લેવા વહેલી સવારે 5 વાગ્યાથી લાંબી લાઈનો લગાવી હતી.

મકરબાનો પરિવાર વૃદ્ધ માતાને ઓક્સિજન લેવામાં તકલીફ પડતી હોવાથી છેલ્લા 3 દિવસથી દાખલ કરાવવા ફરી રહ્યા હતા. તેવા સંજોગોમાં તેઓ આજે ધન્વંતરી હોસ્પિટલ પહોંચી એક સભ્ય ટોકન લેવા લાઈનમાં ઊભો હતો, જ્યારે બીજા સભ્યો પોલીસને અંદર જવા દેવા માટે કહ્યું હતું, પરંતુ પોલીસે તેમને અંદર જવા દીધા ન હતા. લાંબા સમયથી લાઈનમાં ઊભેલાં એક બહેને સમગ્ર ઘટના જોઈ હતી અને પોતાનું ટોકન આ પરિવારને આપી ત્યાંથી જતાં રહ્યાં હતાં. એ પરોપકારી મહિલાએ પોતાની ઓળખ કે બીજી વિગતો આપવાની ના પાડી હતી.

ટોકન લેવા માટે લોકો સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભા રહ્યા
નવી ધન્વંતરિ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને દાખલ કરવા માટે ટોકન સિસ્ટમ બનાવાઈ છે. ટોકન સવારે 8થી 9માં મળે છે, પરંતુ લોકો સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભા રહે છે.

અન્ય સમાચારો પણ છે...