આજે દાણાપીઠ ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.25 કરોડથી વધુની રકમનાં પ્રજાલક્ષી વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ હેલ્થ, સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તેમજ રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના કામોને મંજૂરી આપી છે. બેઠકમાં હેલ્થ ખાતા દ્વારા રજૂ થયેલ ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં ગાહેડ રોડ પર આવેલા મ્યુનિસિપલ પ્લોટમાં નવું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તમામ કન્સ્ટ્રક્શન વર્ક સહિત બનાવવા માટે એ. શ્રીધર ઈન્ફ્રાકોન એલ.એલ.પી. સંસ્થા પોતાના સ્વખર્ચે તૈયાર કરી આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે.
સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ દ્વારા રજૂ થયેલા આરોગ્ય ખાતા સંચાલિત હેલ્થ સંસ્થાઓ તથા મ્યુ.જનરલ હોસ્પિટલોના વપરાશ માટે જી.એસ. સર્જીકલ ગ્રુપ અંગેની આઈટમો ખરીદવા બે વર્ષના રેટ કોન્ટ્રાક્ટના કામને અને શ્રીમતી શા.ચી.લા. જનરલ હોસ્પિટલના સ્કીન વિભાગ માટે રૂ.27 લાખથી વધુના ખર્ચે લેસર મશીન ખરીદ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે.
ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની નજીકમાં આવેલ આઉટર ગ્રોથ વિસ્તારના ઔડા હસ્તકના 55 જેટલા ગામોમાંથી કચરાનું વહન કરી નજીકના રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પર લઈ જવાની કામગીરી અ.મ્યુ. કોર્પો.ના સોલીડ વેસ્ટ વિભાગમાં કામ કરતી એજન્સી પાસેથી તેઓના મંજૂર થયેલા ભાવથી કરાવવા તથા આર.ટી.એસ. પરથી સદર વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટમાં પ્રોસેસ કરાવવા મુજબની વ્યવસ્થા અંગેનો તમામ ખર્ચ ઔડા દ્વારા કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે.
વોટર સપ્લાય અને સુએજ કમિટી મારફતે આવેલ વિવિધ ઝોનમાં ડ્રેનેજ લાઈન ડીસીલ્ટીંગના કામો, નવી સ્ટ્રોમ લાઈન તેમજ ડ્રેનેજ લાઈન નાંખવાના કામ, બોરવેલ રીપેરીંગના કામ તેમજ દાણીલીમડા સુએઝ પમ્પીંગ સ્ટેશનના કામ માટે કુલ રૂ.10.67 કરોડથી વધુના કામને મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત, રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટી મારફતે રજૂ થયેલ આર.સી.સી. રોડ, પેવર બ્લોક, ફુટપાથ, સેન્ટ્રલ વર્જ ડેવલપમેન્ટ જેવા કુલ રૂપિયા 3.90 કરોડના વધુના કામો તેમજ રૂ. 9.55 કરોડના ખર્ચે દાણીલીમડા વોર્ડમાં લીલાધર ભટ્ટ હોલના નવીનીકરણ તથા થલતેજ વોર્ડમાં આવેલ થલતેજ તળાવને ફરતે દિવાલ તેમજ અન્ય સિવિલ વર્ક માટે કુલ રૂ.1.21 કરોડના કામને મંજૂરી આપવામાં આવી. તદ્ઉપરાંત તાકીદના કામ તરીકે રજૂ કરવામાં આવેલ હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ કમિટીના કામોને મંજૂરી આપવામાં આવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.