તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી:શહેરના વિવિધ કામોની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી, ડ્રેનેજલાઈનથી લઈ પમ્પિંગ સ્ટેશનના કામો મંજૂર

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
  • આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. 14 કરોડથી વધુના ખર્ચના કામો પાસ કરાયા

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં રૂ. 14 કરોડથી વધુના ખર્ચે શહેરના વિવિધ ઝોનમાં ડ્રેનેજલાઈન, સ્ટ્રોમ વોટરલાઈન, સુએજ પ્લાન્ટ, સહિત વિવિધ કામોની મંજૂરી આપવામાં આવી હતી.

કયા કામોની મંજૂરી આપવામાં આવી

  • શહેરના નવા પશ્ચિમ ઝોનનો મક્તમપુરા , થલેતજ અને ગીતા વોર્ડમાં રૂ. 3.51 કરોડના ખર્ચે સ્ટ્રીમ વોટર ડ્રેનેજ લાઈન ડિસિલ્ટીંગ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી .
  • કોર્પોરેશનના એસ.ટી.પી. ખાતા હસ્તકના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટો તેમજ દક્ષિણ ઝોનમાં આવેલ વોટર પમ્પિંગ સ્ટેશનોના ઓપરેશન તથા મેન્ટેનન્સના રૂ. 2.45 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી
  • કોર્પોરેશનના વોટર પ્રોડક્શન ખાતાના વિવિધ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટો માટે એલ્યુમિના ફેરિકની ખરીદી , વોટર પમ્પિંગ સ્ટેશન ખાતે આવેલા ક્લો્રીન પ્લાન્ટની ઈલેક્ટ્રિક મિકેનિકલની કામગીરી તથા શહેરના છે. ઝોન વિસ્તારના ડાયરેક્ટ સપ્લાયના બોરવેલથી અપાતા પાણી પૂરવઠા માટે સોડીયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશન ખરીદી માટે અંદાજે રૂ. 3,71 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી
  • શહેરના નવા પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં નવા બનતા વોટર ડિસ્ટ્રીબ્યુશન પમ્પિંગ સ્ટેશનના ઈલેક્ટ્રિક મિકેનિકલ ઈક્વિપમેન્ટ તથા તેના મેન્ટેનન્સ માટે રૂ. 3.82 કરોડના કામને મંજૂરી આપવામાં આવી
  • શહેરના દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં પાણીની લાઈનના નેટવર્ક નાખવાના કામ માટે રૂ. 71 લાખના કામને મંજૂરી આપવામાં આવી
  • શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના 40 લાખના કામને મંજૂરી આપવામાં આવી
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સર્જિકલ ડ્રેસિંગ તેમજ કોટન વુલ ગ્રુપ અંગેની આઈટમો ખરીદીના રૂ. 1.40 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી
  • હેલ્થ મેલેરિયા વિભાગની વેક્ટર બોન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આઈ.આર.એસ.ની કામગીરીના રૂ. 2 કરોડના કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી

આજની સ્ટેન્ડિંગ બેઠકમાં વિવિધ કામોની મંજૂરી અપાઈ
આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. 14 કરોડથી વધુના ખર્ચે શહેરના વિવિધ ઝોનમાં નવી ડ્રેનેજ લાઈન નાખવા, સ્ટ્રોમ વોટર લાઈન, લાઈન ડીસીટીંગ કરવા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન મેનટેનન્સ, સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશનોમાં મિકેનિકલ ઈલેક્ટ્રિકલ કામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે એલ્યુમિના ફેરીકની ખરીદી , વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાં પાણીની લાઈનના નેટવર્ક નાખવો જેવા વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીના કામો તથા મટીરીયલ મેનેજમેન્ટ પરચેઝ કમિટીના સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન ખરીદીના કામને મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...