પશ્ચિમ ઝોનમાં સ્થિતિ અલગ:સ્ટેન્ડિંગે પૂછ્યું, પશ્ચિમ ઝોનમાં પેવરના કોન્ટ્રાક્ટ માટે કેમ કોઈ તૈયાર નથી?

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પશ્ચિમ ઝોનમાં 9 મહિનાથી માત્ર 3 કોન્ટ્રાક્ટર કામ કરે છે
  • અન્ય કોન્ટ્રાક્ટર ન આવતા હોવાથી કામમાં પણ વિલંબ થાય છે

શહેરના તમામ ઝોનમાં જ્યાં પેવર બ્લોકના કામ માટે ટેન્ડર થાય ત્યારે મોટાભાગે કોન્ટ્રાક્ટરો વચ્ચે કામ મેળવવા માટે કોમ્પિટીશન થાય છે. ક્યારેક તો 30 ટકા સુધી ઘટાડેલા ભાવે પણ કોન્ટ્રાક્ટ લેવા તૈયારી દર્શાવતાં હોય છે. જોકે પશ્ચિમ ઝોનમાં સ્થિતિ અલગ છે. માત્ર 3 કોન્ટ્રાક્ટર જ કામ કરે છે, જોકે તેમાં બીજા અન્ય કોન્ટ્રાક્ટર તૈયારી નહીં દર્શાવતાં મામલો સ્ટેન્ડિંગ કમિટી સુધી પહોંચ્યો છે.

પશ્ચિમ ઝોનમાં આરસીસી રોડ અને પેવર બ્લોકના કામ કરવા માટે જ્યારે ટેન્ડરિંગ કરવામાં આવે ત્યારે કોન્ટ્રાક્ટરો તેમાં રસ નહીં દાખવતા હોવાને કારણે કામ મોડું થઇ રહ્યું છે. આ બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે પૂછ્યું હતું કે, પશ્ચિમ ઝોનમાં પેવરના કામ માટે કેમ કોઈ કોન્ટ્રાક્ટર તૈયાર થતા નથી? 9 મહિનામાં 3 જ કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા છે. તે ઉપરાંત મ્યુનિ.માં ફાઈનલ બિલ બન્યા બાદ બાકીની 5 ટકા રકમ ડિપોઝિટ લેવા નહીં આવી બિલ નહીં આપતાં કોન્ટ્રાક્ટરોની યાદી સ્ટેન્ડિંગ કમિટીએ મગાવી છે.

કોર્પોરેશનના પાર્ટી પ્લોટ - હોલમાં મ્યુઝિક સિસ્ટમનો ચાર્જ બોર્ડ પર લખવા સૂચન
કોર્પોરેશનના પાર્ટી પ્લોટ કે હોલમાં મ્યુઝિક સિસ્ટમ ચલાવવાનો ચાર્જ અલગથી લેવાય છે. આ બાબત જાહેરમાં બોર્ડ પર દર્શાવવામાં ન આવતાં ક્યારેક લોકો સાથે ઘર્ષણ થાય છે. સામાન્ય રીતે હોલના ભાડાના 25 ટકા જેટલી રકમ મ્યુઝિક સિસ્ટમના ચાર્જ તરીકે વસૂલવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...