તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:સ્ટોલ-લારીઓ ખુલ્લા રહ્યાં પરંતુ લોકો 10 વાગ્યા પછી ના આવ્યા

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

સરકાર દ્વારા તાજેતરમાં જ રાત્રિ કરફ્યૂનો સમય લંબાવીને 12 વાગ્યા બાદનો કરી દેવામાં આવ્યો છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં રાત્રે રેસ્ટોરાં અને ખાણીપીણીની જગ્યાઓ પણ મોટી સંખ્યામાં ખુલવા માંડી છે. ત્યારે શહેરના મણીનગર, રાયપુર અને માણેકચોક વિસ્તારોમાં પણ લોકો 11 વાગ્યુ સુધી ખાણીપીણીની જગ્યાઓ પર જોવા મળ્યા હતાં. જો કે તેમાં કેટલાંક રેસ્ટોરાં-સ્ટોલ કે લારીઓ ખાલીખમ જોવા મળ્યા હતાં તો કેટલીક જગ્યાઓએ લોકોએ ભીડ જમાવી હતી. સિટી ભાસ્કરે આ વિસ્તારો ખાતે જઇને જોતાં જાણવા મળ્યુ હતું કે, હજુ પણ કોરોના પહેલાં જેટલી સંખ્યામાં લોકો ખાણીપીણી માટે મોડી રાત સુધી જતા હતાં તેટલી સંખ્યામાં જોવા મળ્યા ન હતાં. રેસ્ટોરાં ખુલ્લા હતાં પરંતુ લોકોની સંખ્યા નહિંવત્ જણાઇ હતી.

માણેકચોક : 40 ફૂડકોર્ટમાં 60% લોકો 11 વાગ્યા સુધી ફૂડની મઝા માણી રહ્યા હતાં
અમદાવાદના ફૂડીઝ માટે ફેવરિટ સ્થળ માણેકચોકમાં 40 જેટલા ફૂડકોર્ટમાં અઢીસો જેટલા લોકો જોવા મળ્યાં 60% કેપેસિટી સાથે લોકોએ ફૂડની મજા માણી હતી.

મણીનગર : રાત્રે 10 વાગ્યા પછી લોકોએ જાણે બહાર જવાનું જ બંધ કરી દીધું છે

​​​​​​​મણિનગર ખાણીપીણી બજાર રાત્રે 10 સુધી માંડ ચાલે છે. રેલવે સ્ટેશન સામે 10.20થી જ શટર પડવાના શરૂ થયા હતાં. રાત્રે 10 પછી ઘરાકી જ ન હતી.

રાયપુર : તમામ સ્ટોલ-લારીઓ ખુલ્લાં પરંતુ ગ્રાહકો માત્ર 40 ટકા જ આવ્યા

રાયપુર ભજીયા હાઉસ પાસે 23 જેટલી લારીઓ-નાસ્તાના સ્ટોલ છે. જે ખુલ્લા છે પણ ઘરાકી માત્ર 40 ટકા જ છે. આવી જ સ્થિતિ આસ્ટોડીયા ખાણીપીણી બજારની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો