તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IBમાં રજૂઆત:સેન્ટ ઝેવિયર્સે કેમ્પસમાં ઊંચા ભાવે સ્ટેશનરી વેચતા અરજી, સ્કૂલ કસૂરવાર જણાય તો માન્યતા રદ કરવાની વાલી મંડળની માગ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ કેમ્પસમાં પુસ્તકોના વેચાણ થકી વેપારીકરણ કરવાનો વાલી મંડળે આક્ષેપ કરતા વિવાદ સર્જાયો છે. ઓલ ગુજરાત વાલી મંડળે આ અંગે આઈબી (ઈન્ટેલિજન્સ બ્યુરો)માં રજૂઆત કરીને તાત્કાલિક તપાસ કરીને જો વ્યક્તિ કસૂરવાર જણાય તો સ્કૂલની માન્યતા રદ કરવા માગ કરી છે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે લેખિત રજૂઆતમાં આક્ષેપે કર્યો છે કે,‘સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સરકારી ગ્રાન્ટ લેતી સ્કૂલ છે અને આ જમીન સરકારે 99 વર્ષના ભાડા પટ્ટે આપેલી છે. સ્કૂલમાં સ્ટેશનરીનો સ્ટોલ ઉભો કર્યો છે. જેમાં દિલ્હી અને અન્ય રાજ્યના પ્રાઈવેટ પબ્લિકેશનના પુસ્તકો પોતાની સ્કૂલના જ બાળકોને ઉંચા ભાવે અપાય છે. સ્કૂલના શિક્ષકો સરકારી નિયમ મુજબ હોવા જોઈએ. તેના બદલે ઉચ્ચક પગારથી રાખેલા છે.

આ અંગે સ્કૂલમાં તપાસ કરવી જરૂરી છે. તેથી અમારી વાલી મંડળની માંગણી છે કે તાત્કાલિક તપાસ કરીને જો સ્કૂલ કસૂરવાર જણાય તો તેની માન્યતા રદ કરીને યોગ્ય પગલા ભરવાની વિનંતી છે.’ આ અંગે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર અમલરાજનો વારંવાર પ્રયત્ન કરવા છતાં સંપર્ક થઈ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...